Photo: સારા અલી ખાને પહેરેલી આ સીમ્પલ સાડી છે ભયંકર મોંઘી, કિંમતમાં બ્લાઉઝ અને પોટલી બેગ તો તેનાથી પણ ચડીયાતા

Sara Ali Khan: સૈફ અલી ખાન અને અમૃતા સિંહ ની દીકરી સારા અલી ખાન બોલીવુડની ટોપ એક્ટ્રેસમાંથી એક છે. સારા અલી ખાન તેના અભિનયની સાથે ફેશનને લઈને પણ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા જ સારા અલી ખાને તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સારા અલી ખાને જે સાડી, બ્લાઉઝ અને બેગ કેરી કરી છે તે ખૂબ જ કીમતી છે.

1/5
image

સારા અલી ખાનના આ ફોટા શેર થયા પછી તેની સુંદરતાની ચર્ચાની સાથે તેણે પહેરેલા કપડાની કીંમતની ચર્ચાઓ જોરશોરથી થઈ રહી છે. એકદમ સિમ્પલ દેખાતી આ સાડી ખૂબ જ મોંઘી છે. સાથે જ સારા અલી ખાને જે પોટલી બેગ કેરી કરી છે તેની કિંમત તો ખૂબ જ વધારે છે. 

2/5
image

સારા અલી ખાન આ લુકમાં ખુબ જ સુંદર લાગી રહી છે. તેણે સિમ્પલ હેર સ્ટાઈલ કરી છે અને મેકઅપ પણ લાઈટ રાખ્યો છે. સારા અલી ખાન ટૂંક સમયમાં જ નેટફિક્સ પર મર્ડર મુબારક ફિલ્મમાં જોવા મળશે. 

3/5
image

સારા અલી ખાન ને પહેરેલી આ સાડીની કિંમત 89 હજાર રૂપિયાથી પણ વધુ છે. સાથે જ તેણે હાથમાં રાખેલી પોટલી બેગ પણ મોંઘી છે. આ પોટલી બેગ ની કિંમત  18,500 રૂપિયા છે. 

4/5
image

સારા અલી ખાને જે સાડી પહેરી છે તેની કિંમત ઓફિસિયલ વેબસાઈટમાં 89,500 દેખાડવામાં આવી રહી છે. આ સાડી સાથે સારા અને ખાને જે બ્લાઉઝ પહેર્યું છે તેની કિંમત 19,500 રૂપિયા છે. 

5/5
image

સારા અલી ખાનની આ સ્ટાઇલને જોઈને તેના ચાહકો તેની સુંદરતાના દિવાના થઈ રહ્યા છે. સારા અલી ખાન આ લુકમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. સારા અલી ખાનના ચાહકોને પણ તેનો આ એથેનિક લુક ખૂબ જ પસંદ પડી રહ્યો છે.