માસ્ટર બ્લાસ્ટરની દીકરીનો નાઈટ ડેટનો ફોટો થયો વાયરલ, સારા કોને કરી રહી છે ડેટ?

દુનિયાના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની દીકરી અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો વાયરલ થઈ જેમાં તેણે જાતે ડેટ નાઈટની તસવીર શેર કરી. સારા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને ઘણી વખત તસવીરો અને વીડિયો શેર કરે છે. ઇન્સ્ટાગ્રામ  પોસ્ટમાં સારા તેંડુલકરે તેની ડેટ નાઈટની તસવીર શેર કરી છે. આ તસવીરમાં સારા તેંડુલકર કોઈનો હાથ પકડીને જોવા મળી રહી છે.

1/6
image

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર તેના ખૂબસૂરત દેખાવના સોશિયલ મીડિયા પર હમેશાં ફોટો શેર કરતી રહે છે.

2/6
image

સારા તેંડુલકરની બાલકની ફોટો પર જ્યારે એક્ટર કાર્તિક આર્યને કોમેન્ટ કરી હતી ત્યારે તેની ખુબ જ ચર્ચા થઈ હતી. સારા વિશે તેના ફેન્સ કોમેન્ટ કરી તેને બોલીવૂડમાં આવવાની સલાહ આપી રહ્યા છે.

3/6
image

સચિન તેંડુલકરની દીકરીનું નામ સારા અને દીકરાનું નામ અર્જૂન છે. બંનેની તસવીર પહેલાથી સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. અર્જૂન આઇપીએલની ગત સીઝનમાં મુંબઇ ઇન્ડિયન્સનો ભાગ હતો.

4/6
image

સારા અને કનિકા સારા મિત્ર છે અને સોશિયલ મીડિયા પર તેમની મિત્રતા ઘણીવાર જોવા મળે છે. બંને આ પહેલા લંડનમાં ઘણી વખત એક સાથે જોવા મળી ચુક્યા છે.

5/6
image

સારા તેંડુલકરે બોલીવૂડ સિંગર કનિકા કપૂર સાથે તસવીરો શેર કરી છે. જેમાં તે તેનો હાથ પકડી જોવા મળી રહી છે. કનિકા કપૂરે પણ તેના એકાઉન્ટ પર આવી એક તસવીર શેક કરી છે.

6/6
image

સારાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. આ સ્ટોરીને શેર કરવાની સાથે સારા તેંડુલકરે લખ્યું સ્પેશિયલ ડેટ નાઈટ. ત્યારબાદ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આખરે કોની સાથે ડટ પર જઈ રહી છે. થોડા મહિના પહેલા સારા અને શુભમન ગિલને લઇને ઘણી અફવાઓ ચાલી રહી હતી.