TV સ્ટારે સુંદરતા વધારવા કરાવી કોસ્મેટિક સર્જરી, હવે સડવા લાગ્યું નાક

યૂરોપીય દેશ બેલારૂસ (Belarus) માં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક રિયાલિટી ટીવી સ્ટારે પોતાની સુંદરતા વધારવા માટે કોસ્મેટિક સર્જરી (Cosmetic Surgery) કરાવી, પરંતુ રિએક્શનના લીધે તેનું નાક સડવા લાગ્યું છે. તેની જાણકારી 29 વર્ષની એનાસ્તસિયા બલિંસ્કયા (Anastasia Balinskaya) એ પોતાના ઇંસ્ટાગ્રામ દ્રારા આપી છે. (ફોટો સોર્સ- એનાસ્તસિયા બલિંસ્કયા ઇંસ્ટાગ્રામ)
 

રશિયન ટીવી શોમાં જોવા મળી ચૂકી છે

1/6
image

ડેલી મેલના રિપોર્ટ અનુસાર 29 વર્ષની એનાસ્તસિયા બલિંસ્કયા (Anastasia Balinskaya) યૂરોપીય દેશ બેલારૂસની રહેવાસી છે અને રશિયન રિયાલિટી ટીવી શો 'હાઉસ-2'માં જોવા મળી ચૂકી છે. 

ટીવી સ્ટારએ ફેન્સની માંગી મદદ

2/6
image

એનાસ્તસિયા બલિંસ્કયા (Anastasia Balinskaya) એ ઇંસ્ટાગ્રામ પોસ્ટ દ્રાર ફેન્સ પાસે મદદ માંગી છે અને પૈસા ડોનેટ કરવા માટે કહ્યું છે જેથી તે ફરીથી પોતાની સર્જરી કરાવી શકે. 

સર્જરી બાદ શરૂ થઇ સમસ્યા

3/6
image

એનાસ્તસિયા બલિંસ્કયા (Anastasia Balinskaya) એ જણાવ્યું કે તેમણે થોડા વર્ષો પહેલાં પોતાના નામની કોસ્મેટિક સર્જરી કરાવી હતી, પરંતુ સર્જરીમાં ગરબડી થતાં તેમની સાથે સમસ્યા શરૂ થઇ ગઇ છે અને તેમનું નાક સડવા લાગ્યું છે. 

નાકમાં આવી ગયો હતો સોઝો

4/6
image

એનાસ્તસિયા બલિંસ્કયા (Anastasia Balinskaya) એ જણાવ્યું કે કોસ્મેટિક સર્જરી બાદ તેમના નાકમાં ખૂબ વધુ સોજો આવી ગયો હતો અને હવે નાક બચાવવા માટે ફરીથી સર્જરીની જરૂર છે.

સર્જરી ન થઇ તો સડી જશે નાક

5/6
image

ડોક્ટરોએ એનાસ્તસિયા બલિંસ્કયા (Anastasia Balinskaya) ને બે મહિનાની અંદર ફરીથી સર્જરીની સલાહ આપી છે. જો સર્જરી કરવામાં ન આવી તો તેમનું નાક સડી જશે. 

ઇંસ્ટા પર ખૂબ રહે છે એક્ટિવ

6/6
image

એનાસ્તસિયા બલિંસ્કયા (Anastasia Balinskaya) ના ઇંસ્ટાગ્રામ પર દોઢ લાખથી વધુ ફોલોવર્સ છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઇંસ્ટાગ્રામ પર ફોટો શેર કરતાં તેમણે જણાવ્યું કે ટ્રીટમેંટ માટે પૈસા નથી અને તે લોન પણ લઇ શકતી નથી. ત્યારબાદ ફેન્સ પાસે મદદની અપીલ કરી છે.