Richa-Ali Reception: ડિઝાઇનર આઉટફિટમાં જોવા મળી ઋચા ચડ્ઢા, જુઓ બંનેના રિસેપ્શનની તસવીરો
Richa Chadha Ali Fazal Reception Photo: મંગળવારે સવારે એકબીજાનો હાથ હંમેશા માટે પકડ્યા બાદ હવે ઋચા ચડ્ઢા (Richa Chadha) અને અલી ફઝલ (Ali Fazal) એ મુંબઈમાં શાનદાર રિસેપ્શન આપ્યું જેમાં બોલીવુડના તમામ સેલિબ્રિટી પહોંચ્યા હતા.
ઋચા ચડ્ઢા અને અલી ફઝલ હવે પતિ-પત્ની બની ગયા છે, બંનેએ 4 ઓક્ટોબરે નિકાહ કર્યાં. જેની તસવીર સોશિયલ મીડિયા પર છવાયેલી હતી. હવે બંનેએ ગ્રાન્ડ રિસેપ્શન પણ આપ્યું જેમાં બી ટાઉનના ઘણા સેલિબ્રિટી પહોંચ્યા હતા.
પરંતુ સૌથી વધુ ધ્યાન નવા કપલે ખેંચ્યું હતું. ઋચા અને અલી પોતાના રિસેપ્શનમાં શાનદાર લુકમાં પહોંચ્યા હતા અને હવે સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો વાયરલ થઈ છે.
ઋચા ચડ્ઢાના આઉટફિટની વાત કરીએ તો અભિનેત્રીએ ખુબ સુંદર ડિઝાઇનર ડાઉન પહેર્યું જેના રંગ અને ડિઝાઇનને ઈન્ડિયન ટચ આપવામાં આવ્યો હતો. કાનોમાં મેચિંગ ઇયરરિંગ્સ, હાથોમાં બંગડી અને માંગમાં સિંદુર ભરી ઋચા ખુબ સુંદર લાગી રહી હતી.
તો અલી ફઝલે આ પ્રસંગ માટે બ્લેક લોન્ગ બ્લેઝર સ્ટાઇલ સૂટ મેચિંગ પેન્ટની સાથે કેરી કર્યું. અલી આ લુકમાં સ્ટાઇલિશ લાગ્યો. તો ઘણા દિવસથી તેના લગ્નને કવર કરનાર પૈપરાજીને પણ ઋચા-અલીએ મીઠાઈ આપી હતી.
અલી-ઋચાના રિસેપ્શનમાં બોલીવુડની ઘણી હસ્તિઓ પહોંચી હતી. વિક્કી કૌશલ પણ મહેમાન બન્યો હતો.
તો રિસેપ્શનમાં કોઈ રિવીલિંગ બ્લાઉઝ પહેરીને પહોંચી ગયું તો કોઈ હસીનાએ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. હસીનાઓ એકદમ જુદા અંદાજમાં આ રિસેપ્શનમાં પહોંચી અને ચર્ચામાં આવી.
Trending Photos