વધુ એક ખુલાસો! રિયાની 'ડ્રગ્સ સ્ટોરી'માં સારા અલી બાદ હવે આ 4 મોટા નામ સામેલ

રિયા ચક્રવર્તી (Rhea Chakroborty)ની ડ્રગ્સ સ્ટોરીમાં સારા અલી ખાન (Sara Ali Khan) બાદ અન્ય 4 નામ છે, જેમનું નામ રિયાએ ડ્રગ્સ કનેક્શનથી જોડ્યું છે. રિયાએ આ ચાર લોકોના નામ પણ NCBને જણાવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર NCB આ 5 લોકો પર જલદી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

નવી દિલ્હી: રિયા ચક્રવર્તી (Rhea Chakroborty)ની ડ્રગ્સ સ્ટોરીમાં સારા અલી ખાન (Sara Ali Khan) બાદ અન્ય 4 નામ છે, જેમનું નામ રિયાએ ડ્રગ્સ કનેક્શનથી જોડ્યું છે. રિયાએ આ ચાર લોકોના નામ પણ NCBને જણાવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર NCB આ 5 લોકો પર જલદી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

રિયાની 'ડ્રગ્સ સ્ટોરી' કેરેકટર નંબર-2: રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh)

1/4
image

રિયા ચક્રવર્તીએ તેની 'ડ્રગ્સ સ્ટોરી'માં જે બીજા પાત્રનું નામ આપ્યું તે છે અભિનેત્રી રકુલ પ્રીત સિંહ. રકુલનું ડ્રગ્સ કરિયર ભલે 2019માં શરૂ થયું હોય પરંતુ ફિલ્મ કરિયર 2009માં શરૂ થયું હતું. રકુલ પ્રીત સિંહ દિલ્હીની રહેવાસી છે. નેશનલ લેવલ ગોલ્ફ પ્લેયર છે, પરંતુ હવે તેની રમત બદલાઇ ગઇ છે. રકુલ પ્રીત હવે રિયા ચક્રવર્તીની ટીમમાં ડ્રગ્સની રમત રમી રહી છે.

રિયાની 'ડ્રગ્સ સ્ટોરી' કેરેકટર નંબર-3: સીમોન ખંભાટા (Simon Khambata)

2/4
image

સીમોના ખંભાટા વ્યવસાયે ડિઝાઇનર છે. તે રિયા ચક્રવર્તીની નજીકની મિત્ર છે અને રિયાના ડ્રગ્સ ગેમમાં તેની પાર્ટનર પણ છે. સીમોન, રિયા ચક્રવર્તીની સાથે સાથે બોલીવુડની ઘણાં બીજા સ્ટાર્સથી ખુબ જ નજીક છે. પરંતુ તેની મિત્ર રિયાએ NCBને આપેલા નિવેદનમાં સીમોનને ડ્રગ્સના કાદવમાં ખેચીં લીધી છે.

રિયાની 'ડ્રગ્સ સ્ટોરી' કેરેકટર નંબર-4: રોહિણી અય્યર (Rohini Iyer)

3/4
image

રોહિણી અય્યર પોતાને સુશાંતની મિત્ર ગણાવે છે, પરંતુ રિયા ચક્રવર્તીએ જણાવ્યું કે, રોહિણી અય્યરના હાથ ડ્રગ્સની રમતમાં સામેલ છે. NCB રિયાના નિવેદન અનુસાર જલદી રોહિણીની પૂછપરછ કરી શકે છે. રોહિણી વ્યવસાયે એક ફિલ્મ જર્નાલિસ્ટ અને બોલીવુડ પબ્લિસિસ્ટ છે.

રિયાની 'ડ્રગ્સ સ્ટોરી' કેરેકટર નંબર-5: મુકેશ છાબડા (Mukesh Chhabra)

4/4
image

કાસ્ટિંગ ડાયરેક્ટર, એક્ટર ડાયરેક્ટર, સ્ક્રીનપ્લે રાઇટર અને હવે રિયાની ડ્રગ્સ સ્ટોરીનું પાત્ર. સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'ના ડાયરેક્ટર મુકેશ છાબડા છે. પરંતુ રિયાના જણાવ્યા અનુસાર ડ્રગ્સ કેસમાં મુકેશ તેના સાથી છે.