શ્રીદેવીની જાન્હવી અને અમૃતાની સારા બની ગઈ હોત જેઠાણી અને દેરાણી જો...

1/12
image

હાલમાં બોલિવૂડમાં અનેક નવા ચહેરાઓ લોન્ચ થઈ રહ્યા છે પણ એમાં સૌથી ચર્ચાસ્પદ નામ છે શ્રીદેવીની મોટી દીકરી જહાન્વી કપૂર અને સૈફ-અમૃતાની દીકરી સારા અલી ખાન.

2/12
image

જહાન્વીની પહેલી ફિલ્મ 'ધડક' રિલીઝ થઈ ગઈ છે અને હાલમાં તેને કરણ જોહર પ્રોડક્શનની આગામી ફિલ્મ 'તખ્ત' માટે સાઇન કરવામાં આવી છે. સામા પક્ષે સારાની પહેલી ફિલ્મ 'કેદારનાથ' 7 ડિસેમ્બરે અને બીજી ફિલ્મ 'સિંબા' 28 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. સારાની એક્ટિંગ આ બંને ફિલ્મોના ટ્રેલરમાં વખાણવામાં આવી છે.

3/12
image

સારા અને જહાન્વી બંને એકબીજાની બહુ સારી મિત્ર છે અને હાલના તબક્કે તેમની વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. જોકે બહુ ઓછા લોકોને ખબર છે કે એક તબક્કે બંને એકબીજાની જેઠાણી અને દેરાણી બનવાની તૈયારી કરી રહી હતી. 

4/12
image

જાન્હવી અને સારા ફિલ્મોમાં આવ્યા એ પહેલાના તેમના અંગત જીવનની વાત કરીએ તો લગભગ એક જ સમયગાળામાં જાન્હવીનું નામ દિલ્હીના શિખર પાહેરિયા સાથે જ્યારે સારાનું નામ શિખરના નાના ભાઈ વીર પાહેરિયા સાથે સંકળાયું હતું. જાન્હવી અને સારાનો પરિવાર અનુક્રમે શિખર અને વીરને ઓળખતો પણ હતો. જો બધું બરાબર પાર પડ્યું હોય તો જાન્હવી પાહેરિયા પરિવારની મોટી વહુ અને સારા નાની વહુ બની હોત. શિખર અને વીર પાહેરિયા બંને પોલિટીકલ અને બિઝનેસ ક્લાસ સાથે સંબંધ ધરાવે છે. તેમના પિતા સંજય પાહેરિયા મુંબઈના બિઝનેસમેન છે જ્યારે નાના ભૂતપૂર્વ મિનિસ્ટર સુશિલ કુમાર શિંદે હતા. શિખર અને વીરના માતા સ્મૃતિ પાહેરિયાએ 2008માં ડિવોર્સ લીધા હતા અને પછી તેઓ દિલ્હી ખાતે પિતા સાથે જ રહેતા હતા. 

5/12
image

જાન્હવીના બોયફ્રેન્ડ શિખરે તેનો સ્કૂલનો અભ્યાસ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ બોમ્બે સ્કોટિશ સ્કૂલમાં કર્યો હતો. આ પછી તેણે લંડનની યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. શિખરને રાજકારણમાં રસ છે અને તેને ઘોડેસવારી કરવામાં તેમજ પોલો રમવામાં રસ છે. જાન્હવી અને શિખર વચ્ચે પુરજોશમાં રોમેન્સ ચાલ્યો હતો પણ આ સંબંધ આગળ વધી શક્યો નહોતો.

6/12
image

મળતી માહિતી પ્રમાણે જાન્હવીની માતા શ્રીદેવી નહોતી ઇચ્છતી કે તેમની દીકરી નાની વયે રિલેશનશીપના ચક્કરમાં પડે. શ્રીદેવીનો આગ્રહ હતો કે જાન્હવી પહેલાં પોતાની કરિયરમાં સેટલ થઈ જાય. શ્રીદેવીએ જાન્હવીને બોયફ્રેન્ડ બનાવવાની મંજૂરી નહોતી આપી અને શ્રીદેવીના દબાણને પગલે જ આ સંબંધ પર પુર્ણવિરામ મુકાઈ ગયું હતું. 

7/12
image

સારા અલી ખાનનું અફેર શિખરના નાના ભાઈ વીર પાહેરિયા સાથે ચાલ્યું હતું. સારાના ઇન્સ્ટાગ્રામ પર તેની અને વીરની અનેક તસવીરો જોવા મળતી હતી. જોકે આ અફેરનો ઉભરો સમયની સાથે કોઈ અકળ કારણોસર ઠરી ગયો હતો અને સારાએ પોતાની કરિયર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. વીરે દુબઈમાં અભ્યાસ કર્યો હતો અને તેની ઇચ્છા ભવિષ્યમાં પોપ સેન્સેશન બનવાની છે. 

8/12
image

સારા અને જાન્હવી વચ્ચે સતત કરિયરના મામલે સ્પર્ધા ચાલતી રહે છે. હકીકતમાં સારાએ સાઇન કરેલી ફિલ્મ 'સિંબા' માટે પહેલાં જાન્હવી ફાઇનલ કરવામાં આવી હતી. જોકે જાન્હવીએ આ વાત સિક્રેટ ન રાખતા લીક કરી દેતા રાતોરાત તેનું પત્તું કપાઈ ગયું અને તેની જગ્યાએ સારાને સાઈન કરવામાં આવી હતી. 

9/12
image

સારાની વાત કરીએ તો એક તબક્કે સારાના પ્રેમી તરીકે વીર પાહરિયાનું નામ ચર્ચામાં હતું. જોકે કોઈ વીર સાથેના બ્રેકઅપ પછી સારાના પ્રેમી તરીકે શાહિદના સાવકા ભાઈ ઇશાન ખટ્ટરનું નામ ગોસિપની કોલમોમાં ચર્ચામાં હતું. સારા અને ઇશાન બંને હજી પોતાની પહેલી ફિલ્મની તૈયારી કરી રહ્યા હતા ત્યારે અનેકવાર એકબીજા સાથે જોવા મળતા હતા. એક તબક્કે સમાચાર હતા કે સારા અને ઇશાન 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2'થી પોતાની કરિયરની શરૂઆત કરવાના છે. જોકે સારાને માતા અમૃતા સિંહે આ ફિલ્મમાં કામ કરવાની મંજૂરી ન આપતા બંનેનો સંપર્ક કપાઈ ગયો અને તેમની નિકટતા પર પુર્ણવિરામ મુકાઈ ગયું. આ પછી ઇશાન અને જ્હાન્વી કપૂર 'ધડક'માં સાથે જોવા મળ્યા હતા અને હાલમાં તેમની વચ્ચે પ્રેમપ્રકરણ ચાલી રહ્યું હોવાની ચર્ચા છે. 

10/12
image

સારા સૌથી પહેલાં 2012માં માતા અમૃતા સાથે હેલો મેગેઝિનના કવર પર દેખાઈ હતી. જહાન્વી પણ સૌથી પહેલાં 2012ના ડિસેમ્બરમાં પીપલ મેગેઝિનના કવર પર માતા શ્રીદેવી અને નાની બહેન ખુશી સાથે જોવા મળી હતી. આમ, સારા અને જહાન્વીનું ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં આગમન લગભગ એકસમાન રીતે થયું છે

11/12
image

સારા અને જહાન્વી બંનેની કરિયર પાછળ તેમની માતાઓ અનુક્રમે અમૃતા સિંહ અને શ્રીદેવીએ ભારે મહેનત કરી છે. આ બંનેની કરિયર યોગ્ય રીતે સ્ટાર્ટ થાય એ માટે તેમની માતાઓએ માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે. જોકે કમનસીબે શ્રીદેવીનું અકાળે અવસાન થતા હવે જહાન્વી પાસે તેની માતાનો ટેકો નથી. 

12/12
image

જહાન્વીએ જાહેરમાં સારાને સુપર ટેલેન્ટેડ ગણાવીને કહ્યું છે કે તે સારાની પહેલી ફિલ્મ જોવા માટે તલપાપડ છે.સામા પક્ષે સારાએ પણ જહાન્વીની પહેલી ફિલ્મ ધડકમાં તેની એક્ટિંગના ભારે વખાણ કર્યા છે.