પતિ હયાત નથી છતાં રેખા સેંથામાં સિંદૂર કેમ પૂરે છે? કારણ કઈક એવું છે...વિશ્વાસ કરવું મુશ્કેલ
બોલીવુડની એવરગ્રીન બ્યુટી રેખા 70 વર્ષે પણ પોતાના લુક્સ અને બ્યુટીને લઈને ચર્ચામાં રહે છે. ભાનુરેખા ગણેશન...જે રેખાનું અસલ નામ છે. તેનો જન્મ 10 ઓક્ટોબરના રોજ થયો હતો. રેખા 70 વર્ષની થઈ છે. રેખાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ હંમેશા ચર્ચામાં રહી છે. રેખાનું લુક્સ અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. રેખા પાર્ટી હોય કે બોલીવુડ ઈવેન્ટ...સિંદૂર જરૂર લગાવે છે. રેખા કોના નામનું સિંદૂર લગાવે છે તે અનેક લોકો માટે હજુ પણ યક્ષ પ્રશ્ન છે. ફેન્સ જ નહીં રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ પણ તેમને આ અંગે સવાલ પૂછી લીધો હતો. રેખાના જન્મદિવસ પર આ રસપ્રદ વાતો ખાસ જાણો.
રાષ્ટ્રપતિએ પૂછ્યું...સિંદૂર કેમ લગાવે છે
રેખા ધ અનટોલ્ડ સ્ટોરી પુસ્તક મુજબ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનો અવસર હતો. ત્યારે રાષ્ટ્રપતિ બધાને પુરસ્કારોથી સન્માનિત કરી રહ્યા હતા. તે વર્ષે રેખાને 1981ની કલ્ટ ફિલ્મ ઉમરાવ જાન માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. તત્કાલિન રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ ત્યારે રેખાને એ સન્માન આપ્યું હતું. તેમણે રેખા સાથે થોડી વાતચીત પણ કરી હતી. રાષ્ટ્રપતિએ ત્યારે પૂછ્યું કે "તમે સેંથામાં સિંદૂર કેમ ભરો છો?" રેખાએ જવાબ આપ્યો હતો કે, "હું જે શહેરમાંથી આવું છું, ત્યાં સેંથામાં સિંદૂર ભરવું એ સામાન્ય વાત છે....ફેશન છે."
રેખાના લગ્ન, પતિ અને સાસુ
હવે આ જવાબથી જ સમજીએ કે રેખા કેટલી બિન્દાસ અને ચુલબુલી છે. રેખાની કરિયરમાં તેણે અનેક પ્રકારના દર્દ ઝેલ્યા છે. લોકોએ તેના પર આંગળી ચીંધવાની કોઈ કસર છોડી નથી. અનેક કલાકારો સાથે નામ જોડાયુ. આ બધા વચ્ચે 1990માં રેખાએ દિલ્હી બેસ્ડ બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા. પરંતુ ત્યારે તેમને એ ખબર નહતી કે જીવનમાં વધુ એક દુખનો પહાડ તૂટશે. આ લગ્નનો માત્ર 8 મહિનામાં કરુણ અંજામ આવ્યો. રેખાના પતિએ ડિપ્રેશનમાં આત્મહત્યા કરી લીધી. ત્યારે સાસુએ રેખાને ડાયન સુદ્ધા કહી દીધુ હતું. પરંતુ રેખાએ ક્યારેય પોતાની મર્યાદા ઓળંગી નહતી.
રેખા પર લાગ્યા આરોપ, પરંતુ જવાબ ફક્ત એક
રેખાએ ત્યારે બધા આરોપો પર એક જૂના ઈન્ટરવ્યુમાં ચૂપ્પી તોડી હતી. રેખાએ કહ્યું હતું કે, હું ચુલબુલી હતી. 3 વર્ષની ઉંમરથી ફિલ્મોમાં કામ કરું છું. વર્ષ 1975માં જ્યારે ફિલ્મી મેગેઝીને એલફેલ છાપવાનું શરૂ કર્યું ત્યારે મે મારી જાતને સમેટી લીધી હતી. સિમી ગરેવાલના શોમાં રેખાને જ્યારે પૂછવામાં આવ્યું કે ભાનુરેખા શું કરવા માંગતી હતી. ત્યારે રેખાએ કહ્યું હતું કે, એક્ટર તો બિલકુલ બનવું નહતું. હું લગ્ન કરીને ઘર વસાવવા માંગતી હતી.
રેખાની ફેવરિટ ફિલ્મ
રેખાએ જણાવ્યું હતું કે તેને એક્ટિંગનો શોખ બિલકુલ નહતો. પરંતુ પરિવારની જવાબદારીઓને કારણે ફિલ્મોમાં આવવું પડ્યું. પરંતુ પોતાના કામને દિલથી કરવું તેને સારી રીતે આવડતું હતું. 'ઘર'માં રેપ વિક્ટિમની ભૂમિકા તેણે સારી રીતે ભજવી અને આ ફિલ્મ તેની ફેવરિટ ફિલ્મ બની ગઈ. પરંતુ આગળ જઈને તેને પોતાની ખૂન ભરી માંગ ફિલ્મ વધુ પસંદ પડી હતી.
રેખાએ ભજવ્યો હતો નેગેટિવ રોલ
રેખાએ ફિલ્મ નાગિન (1976), મુકદ્દર કા સિકંદર (1978), મિસ્ટર નટવરલાલ (1979), ખુબસુરત (1980), ઉમરાવ જાન (1981), ખૂન ભરી માંગ (1988) જેવી હિટ ફિલ્મો આપી તો 1996માં આવેલી ખેલાડીઓ કા ખેલાડીમાં નેગેટિવ રોલ પ્લે કરીને સાબિત કરી દીધુ કે તે દરેક રોલમાં ફીટ છે.
(એજન્સી આઉટપુટ)
Trending Photos