ગુજરાતના 8 જિલ્લામાં રેડ અને 21માં ઓરેન્જ એલર્ટ! વરુણદેવ વિફર્યા, હવે આકરું પડશે

Gujarat Rain Alert: હવામાન વિભાગ દ્વારા ગુજરાત 8 જિલ્લામાં રેડ એલર્ટ અને 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે આ ઉપરાંત જિલ્લામાં યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે. 

1/8
image

Gujarat Rain Alert: ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં બારેમેઘ ખાંગા થયા છે. આ સાથે અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે અલગ અલગ જિલ્લાઓમાં ભારે, મધ્યમ અને ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. જેમાં હવામાન વિભાગ યલો, ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યા છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં રેડ એલર્ટ આપવામાં આવી છે. જ્યાં થોડા જ કલાકોમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

2/8
image

આ ઉપરાંત 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, અમરેલી, રાજકોટ, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. એટલે કે, 21 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી આપી છે. આ સાથે કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવી છે. એટલે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

3/8
image

નોંધનીય છે કે, સુરતના ઉમરપાડામાં આજે સવારે 6થી 8 કલાકમાં 100 એમએમ એટલે ચાર ઇંચ જ્યારે 8થી 10 કલાકમાં 247 એમએમ એટલે 9.88 ઇંચ વરસાદ નોંધાયો છે. આ માહિતી પ્રમાણે આજે સવારે 6થી 10 વગ્યા સુધીમાં એટલે કે, ચાર કલાકમાં ઉમરપાડામાં 13.88 ઇંચ વરસાદ નોંધાયો છે.

4/8
image

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. જ્યારે ભાવનગર,રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, અમદાવાદ, મહીસાગર, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં યેલો એલર્ટ આપવામાં આવી છે. આ ઉપરાંતના વિસ્તારોમાં કોઇ એલર્ટની આગાહી નથી.

48 કલાક સંભાળી લેજો, અંબાલાલની આગાહીઃ

5/8
image

રાજ્યમાં આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત માટે અતિ ભારે રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. જેમા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.

6/8
image

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 48 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારેથી અતિ ભારે રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયુ છે. 

7/8
image

અન્ય જિલ્લાઓની વાત કરીએ તો બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. 19 જૂલાઈ સુધઈમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે, જેમા અમદાવાદ, બાવળા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

8/8
image

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂરની શક્યતા રહેશે. જ્યારે સૌરાષ્ટ્રને પણ આગામી બે દિવસ દરમિયાન મેઘરાજા તરબોળ કરશે. દક્ષિણ ગુજરાતમાં તાપી નદી, નર્મદા નદી સહિત સૌરાષ્ટ્રની નદીઓમાં ધસમસતા પૂરની આગાહી કરાઈ છે.