રવીનાએ ઉજવ્યો ઈકો ફ્રેન્ડલી દશેરા, ખાસ છે તેનો આ રાવણ, photos

 આપણી જૂની માન્યતાઓને જોઈએ, તો બધી જ બાબતો એવી હતી કે જેનાથી કુદરતની જાળવણી થતી. પરંતુ થોડા વર્ષોમાં જ આપણે તહેવારને એવા બનાવી દીધા છે, જે આપણી પ્રકૃતિને નુકશાન પહોંચાડે છે. પરંતુ હવે અનેક જગ્યાઓએ લોકો ઈકોફ્રેન્ડલી તહેવાર ઉજવવાની શરૂઆત કરી રહ્યાં છે. તેની શરૂઆત કરી છે બોલિવુડ એક્ટ્રેસ રવીના ટંડને. જેણે દશેરા પર આતશબાજી વગરનો રાવણ બાળીને અસત્ય પર સત્યની જીતનો સંદેશ લહેરાવ્યો હતો. આ રાવણ એટલા માટે ખાસ હતો. કેમ કે, રવીનાની દીકરીઓએ પોતાના મિત્રો સાથે મળીને તેને બનાવ્યો હતો. તે કાગળ અને ન્યૂઝ પેપરમાંથી બનાવાયો હતો.

નવી દિલ્હી : આપણી જૂની માન્યતાઓને જોઈએ, તો બધી જ બાબતો એવી હતી કે જેનાથી કુદરતની જાળવણી થતી. પરંતુ થોડા વર્ષોમાં જ આપણે તહેવારને એવા બનાવી દીધા છે, જે આપણી પ્રકૃતિને નુકશાન પહોંચાડે છે. પરંતુ હવે અનેક જગ્યાઓએ લોકો ઈકોફ્રેન્ડલી તહેવાર ઉજવવાની શરૂઆત કરી રહ્યાં છે. તેની શરૂઆત કરી છે બોલિવુડ એક્ટ્રેસ રવીના ટંડને. જેણે દશેરા પર આતશબાજી વગરનો રાવણ બાળીને અસત્ય પર સત્યની જીતનો સંદેશ લહેરાવ્યો હતો. આ રાવણ એટલા માટે ખાસ હતો. કેમ કે, રવીનાની દીકરીઓએ પોતાના મિત્રો સાથે મળીને તેને બનાવ્યો હતો. તે કાગળ અને ન્યૂઝ પેપરમાંથી બનાવાયો હતો.
 

બાળકોએ બાળ્યો રાવણ

1/5
image

આ રાવણને બાળકોએ બનાવ્યો હતો, અને બાળકોની સેનાએ જ તેને બાળ્યો હતો. રવીનાનો પણ બાળ અંદાજ ક્યાંક અહીં દેખાઈ આવ્યો હતો.

અંદાજ અલગ

2/5
image

આ પ્રસંગે રવીનાનો અંદાજ દિલ જીતી લે તેવો હતો. જ્યાં તે બાળકોનો સાથ આપતી દેખાઈ રહી હતી, તો તેનો અંદાજ પણ અલગ હતો.

બાળકો સાથે રહી

3/5
image

આમ તો રાવણ બાળવાની જવાબદારી બાળકોએ લીધી હતી, પણ રવીનાએ સમગ્ર બાબતમાં બાળકોની સાવધાનીનું ધ્યાન રાખ્યું હતું. આ પ્રસંગે રવીનાએ બાળકો સાથે મળીને પહેલા પૂજા કરી હતી. 

રવીના લાગી ગ્લેમરસ

4/5
image

આ પ્રસંગે રવીના સુંદર રેડ કલરના સૂટમાં નજરે આવી હતી. તહેવાર ઉજવવાનો તેનો સાદગીભર્યો અંદાજ બધાને ગમ્યો હતો.

સ્પેશિયલ રાવણ

5/5
image

રવીના સંતાનોએ બનાવેલો આ રાવણ એટલા માટે સ્પેશિયલ હતો કે, તે ઘરે જ બનાવવામાં આવ્યો હતો. તથા તેને માત્ર ન્યૂઝ પપર તથા કાગળના ઉપયોગથી બનાવવામાં આવ્યો હતો. તેમાં કોઈ જ પ્રકારના ફટાકડા લગાવવામાં આવ્યા ન હતા.