રથયાત્રાના ઈતિહાસમાં પહેલીવાર રથ મંદિર બહાર ન નીકળ્યાં, મંગળા આરતીથી લઈને પરિક્રમાના જુઓ PHOTOS

અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથની જગપ્રસિદ્ધ રથયાત્રા નિકળે છે. જો કે અમદાવાદમાં 142 વર્ષથી ચાલી આવતી પરંપરા પહેલીવાર તૂટી છે. આજે ભગવાન નગરચર્યા પર ન નીકળ્યા અને રથયાત્રામાં મંદિરની આસપાસ જ રથને પ્રદક્ષિણા કરાવી દેવામાં આવી. મંદિર સંકુલ બહાર રથ કાઢવામાં ન આવ્યાં. આ ઉપરાંત તમામ વિધિમાં કોઈ પણ ભક્તોને પ્રવેશ અપાયો નહતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પુરી જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા પણ સુપ્રીમ કોર્ટનાં ચુકાદા બાદ અટકાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદની રથયાત્રા અંગે પણ જાહેર હિતની અરજી થઇ હતી. જેનો ચુકાદો આપતા હાઇકોર્ટ દ્વારા અમદાવાદની રથયાત્રા પણ નહી કાઢવા માટેનો આદેશ આપ્યો હતો. આજ સવારથી મંગળા આરતીથી લઈને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથની મંદિર સંકુલમાં પરિક્રમાને તસવીરોમાં જુઓ....

1/24
image

દર્શન કરવા માટે મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા છે. 

2/24
image

મંદિરમાં થર્મલ ગનથી તાપમાન ચેક કરીને ભક્તોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 

3/24
image

4/24
image

5/24
image

6/24
image

7/24
image

ખલાસી ભાઈઓ દ્વારા મંદિરના પરિસરમાં જ રથ ખેચીને પરિક્રમા કરાવવામાં આવી હતી. 

8/24
image

ભગવાનનું મામેરું

9/24
image

10/24
image

11/24
image

12/24
image

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહિંદ વિધિ કરી હતી.

13/24
image

14/24
image

15/24
image

16/24
image

17/24
image

હાઈકોર્ટમાં સુનાવણી મોડે સુધી ચાલી હોવાના કારણે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા મોડે સુધી મંદિરમાં રોકાયા હતાં અને મંગળા આરતી કરીને ઘરે ગયા હતાં.   

18/24
image

19/24
image

20/24
image

આજે અષાઢી બીજે રથયાત્રાનો પાવન પર્વ છે. સવારે 4 વાગે મહંત દિલિપદાસજી મહારાજે જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરી હતી. 

21/24
image

22/24
image

23/24
image

24/24
image