Rathyatra 2023: ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નીકળ્યા નગરચર્યાએ, જુઓ Exclusive Photos
આજે અમદાવાદમાં રાજ્યની સૌથી મોટી રથયાત્રા નીકળી રહી છે. જય રણછોડ માખણ ચોરના નાદથી જગન્નાથ મંદિરનું પરિસર ગુંજી ઉઠ્યુ છે. જગન્નાથ મંદિરમાં સવારે 4 કલાકે મંગળા આરતી થઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રીના પરિવારે પણ આરતીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુકેશ પટેલ હાજર રહ્યા હતા. ત્યારબાદ ભગવાન ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજમાન થયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણેય રથને નગરચર્યાએ રવાના કરતા પહેલા પહિંદ વિધિ કરી. જુઓ રથયાત્રાની એક્સક્લુઝીવ તસવીરો.....

વહેલી સવારે મંગળા આરતી થઈ. ભગવાનની આંખેથી પાટા ખોલવાની વિધિ શરૂ કરવામાં આવી. ભગવાનને ખીચડાનો પ્રસાદ ધરાવવામાં આવ્યો.
મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભવો હાજર રહ્યા.
ભગવાનની આંખો ખોલવાની વિધિ કરવામાં આવી. પરિસરમાં શ્રદ્ધાળુઓનો સૈલાબ જોવા મળ્યો.
ત્રણેય નવા રથ ભગવાનને નગરચર્યાએ લઈ જવા માટે તૈયાર જોવા મળ્યા.
સૌથી પહેલા ભગવાન જગન્નાથજીને તેમના રથ નંદિઘોષમાં બેસાડવામાં આવ્યા
ત્યારબાદ બહેન સુભદ્રાને તેમના ધ્વજ દેવદલન અને ત્યારબાદ ભાઈ બલરામને તાલધ્વજ રથમાં બેસાડવામાં આવ્યા.
સીએમ ભૂપેન્દ્ર પટેલે બીજીવાર પહિંદ વિધિ કરીને રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું.
પહિંદ વિધિમાં તેમણે સોનાની સાવરણીથી રસ્તો સાફ કર્યો.
ત્યારબાદ ભગવાન બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ રવાના થયા.
પહેલો રથ ભગવાન જગન્નાથનો મંદિરમાંથી બહાર નીકળ્યો
ત્યારબાદ બહેન સુભદ્રાનો રથ નીકળ્યો
પછી ભાઈ બલરામનો રથ પણ નિજ મંદિરમાંથી રવાના થયો.
લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રથયાત્રામાં ગજરાજ, ટ્રકો, અખાડા, ભજનમંડળી પણ અનેરો ઉત્સાહ વધારી રહ્યા છે.
અખાડાના કરતબોએ લોકોને આશ્ચર્યચકિત કરી મૂક્યા.
Trending Photos