અમદાવાદ રથયાત્રા 2019 Photos : 19 કિલોમીટરના રથયાત્રાના રુટ પર શું શું જોવા મળી રહ્યું છે, જુઓ

ભગવાન જગન્નાથની આજે 142મી રથયાત્રા નીકળી છે. જેને કારણે અમદાવાદના અનેક રસ્તાઓ ભક્તિરસથી તરબોળ થઈ ગયા છે. રથયાત્રામાં નીકળેલા ભગવાન જગન્નાથના દર્શન ઉપરાંત રથયાત્રામાં સામેલ થયા ગ્રૂપ, ટેબ્લો, પ્રદર્શન પણ આકર્ષણમય બની જાય છે. ત્યારે 142મી રથયાત્રામાં 101 ટ્રક ટેબ્લો જોડાયા છે. જે અલગ અલગ થીમ પર તૈયાર કરવામાં આવ્યા છે.  

અમદાવાદ :ભગવાન જગન્નાથની આજે 142મી રથયાત્રા નીકળી છે. જેને કારણે અમદાવાદના અનેક રસ્તાઓ ભક્તિરસથી તરબોળ થઈ ગયા છે. રથયાત્રામાં નીકળેલા ભગવાન જગન્નાથના દર્શન ઉપરાંત રથયાત્રામાં સામેલ થયા ગ્રૂપ, ટેબ્લો, પ્રદર્શન પણ આકર્ષણમય બની જાય છે. ત્યારે 142મી રથયાત્રામાં 101 ટ્રક ટેબ્લો જોડાયા છે. જે અલગ અલગ થીમ પર તૈયાર કરવામાં આવ્યા છે.  
 

1/8
image

101 ટ્રકો રથયાત્રામાં જોડાઈ છે. જેમાં વિવિધ ટેબ્લો ઉભા કરાયા છે. હાલ રથયાત્રાની ટ્રકો આસ્ટોડિયા પહોંચી છે. શહેરના 19 કિલોમીટર રુટ પર રથયાત્રા ફરશે.

2/8
image

રથયાત્રામાં શક્તિ પ્રદર્શન કરી રહેલા કરતબબાજો

3/8
image

રથયાત્રામાં અખાડાનું અનેરુ મહત્વ હોય છે. આ વર્ષે રથયાત્રામાં 30 અખાડા જોડાયા છે. જેઓ વિવિધ કરતબ બતાવતા 19 કિલોમીટરના રુટ પર આગળ વધી રહ્યાં છે. 

4/8
image

રથયાત્રામાં અલગ અલગ પ્રકારના ટેબલો જોવા મળ્યા છે. જેમાં દેશભક્તિને લગતો ટેબ્લો મુખ્ય આકર્ષણ બન્યો છે. આ ટેબલો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો પણ લગાવવામાં આવી છે. રથયાત્રામાં જોડાયેલ ટેબ્લોમાં ગૃહમંત્રી અમિત શાહના પણ કટઆઉટ લગાવવામાં આવ્યા છે. 

5/8
image

રથયાત્રામાં ઝી 24 કલાકનું ટેબલો પણ ભારે આકર્ષણ જમાવી રહ્યું છે. 

6/8
image

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સામાન્ય રીતે 18 ગજરાજો હોય છે. પરંતુ આ વખતે 16 ગજરાજ જ છે. શણગાર કરેલા ગજરાત રાજમાર્ગો પરથી નીકળતા જ બાળકો સહિત મોટેરાઓ પણ ગેલમાં આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે, રથયાત્રા પહેલા આસામથી કેટલાક ગજરાત અમદાવાદ લાવવાની વાત આવી હતી.

7/8
image

ખાડિયાના યુવાનો દ્વારા રથયાત્રામાં વચ્ચે શરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, 19 કિલોમીટર લાંબા રુટ પર અનેક યુવક મંડળો તથા સેવાભાવી સંસ્થાઓ સેવા આપવા માટે ઉભી હોય છે. 

8/8
image

સરસપુર યુવક મંડળ દ્વારા પર્યાવરણ થીમ પર સ્ટોલ ઉભો કરાયો છે. યુવકોએ અનોખા અંદાજમાં પર્યાવરણ બચાવોનો મેસેજ આપ્યો છે. આ મંડળના એક સભ્યએ જણાવ્યું કે, દર વર્ષે અમે અલગ વ્યવસ્થા અલગ અલગ થીમમાં કરીએ છીએ. આ વર્ષે અમે પર્યાવરણની થીમ મૂકી છે. અહી લાખોના સંખ્યામાં લોકો આવે છે. 142મી રથયાત્રા હોવાથી અમે 142 તુલસીના ક્યારાનું વિતરણ ભક્તોને કરીશું. ભક્તો આ તુલસી ક્યારાને ભગવાનની પ્રસાદી રૂપે યાદ રાખીને પર્યાવરણનું જતન કરે તેવો અમારો હેતુ છે.