રાશિફળ 19 ફેબ્રુઆરી : આજે કેવો રહેશે તમારો દિવસ? જાણવા કરો ક્લિક

નવી દિલ્હીઃ ગ્રહોની ચાલ દરરોજ બદલાતી રહેતી હોય છે, જેના કારણે આપણો રોજનો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળતી હોય છે તો વળી ક્યારેક સામાન્ય દિવસ પસાર થઈ જતો હોય છે. કેટલીક વખત આપણે આખો દિવસ કોઈ કામમાં એવા ગુંચવાઈ જઈએ છીએ કે સાંજ પડતા નાકે દમ આવી જાય છે. તો આવો જાણીએ, તમારો આજનો દિવસ કેવો રહેશે. 
 

મેષ રાશિ

1/12
image

વેપારીઓ માટે આજનો દિવસ સારો નથી. કોઈને નાણા ઉધાર આપતા પહેલા વિચારવું. કોઈ જૂનું ઉધાર તમને ટેન્શન આપી શેક છે. નોકરિયાત વર્ગે પણ સાચવીને રહેવું. ઓફિસમાં મુશ્કેલી રહી શકે છે. કોઈ વાતનું ટેન્શન થઈ શકે છે. કોઈની સાથે વિવાદ પણ થઈ શકે છે. માનસિક તણાવ વધશે. જીવનસાથી સાથે કોઈ વાત પર તમારો મૂડ ખરાબ થઈ શકે છે. 

વૃષભ રાશિ

2/12
image

વિચારેલા કામ પુરા થશે. અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે. તમારા વિચારવાની પદ્ધતિમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. સંતાન પાસેથી સહયોગ મળશે. તમારા આયોજનને મહેનતથી પૂરો કરશો અને તેનો ફાયદો પણ તમને મળી શકે છે. મિત્રો અને ભાઈઓ સાથે સહયોગ મળી શકે છે. જીવનસાથી સાથે પ્રેમ અને સહયોગ ઓછો મળશે.

મિથુન રાશિ

3/12
image

બિઝનેસમાં અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે. જીવનસાથી તમને સહયોગ મળી શકે છે. જીવનસાથીના સુચન મહત્વના હોઈ શકે છે. અચાનક ધનલાભ થવાની સંભાવના છે. ફસાયેલા પૈસા પાછા મળી શકે છે. તમને કેટલીક નવી તક પણ મળી શકે છે. ભોજનમાં સાવધાની રાખવી. 

કર્ક રાશિ

4/12
image

કામકાજના સ્થળે વાતાવરણની દૃષ્ટિએ તમારો મૂડ ખરાબ રહેશે. પ્રેમજીવનમાં ઉતાવળે કોઈ નિર્ણય ન લેવો. રોજિંદા કાર્યોમાં મુશ્કેલીઓ વધી શકે છે. તમારા એ કામ પણ પૂરા નહીં થાય જેનું તમે આયોજન રાખ્યું હશે. વિવાદ અને સ્પર્ધાથી બચવાનો પ્રયાસ કરો. કોઈના પર આધારિત ન રહો. આરોગ્ય સંબંધિત ઉતાર-ચડાવ આવી શકે છે. 

સિંહ રાશિ

5/12
image

તમારો આત્મવિશ્વાસ વધેલો રહેશે. આજે તમે લોકોને પણ પ્રભાવિત કરશો. તમારા વિચારવાની રીત લોકોને ગમશે. તમે આપેલી સલાહથી લોકોને ફાયદો થશે. કોઈના સારા સમાચારની તમે રાહ જોતા રહેશે. પ્રેમ જીવન માટે તમારો દિવસ સામાન્ય છે. જીવનસાથી તમારી લાગણી સમજશો. સાંધાનો દુખાવો પણ તમને મુશ્કેલ કરી શકે છે.   

કન્યા રાશિ

6/12
image

પરિવારની મદદ મળી શકે છે. તમાતરી માનસિક સ્થિતિ સંતુલિત રહેશે અને તમારા પારિવારિક જીવનમાં પણ ખુશી મળી શકે છે. કામકાજ પૂરા થઈ શકે છે. આજે તમને કારકિર્દી અને રોકાણના ક્ષેત્રમાં નવી તક મળી શકે છે. નાણા અને પરિવારની સ્થિતિ પર સંપૂર્ણ ધ્યાન આપવું. આરોગ્યમાં પણ સુધારો થઈ શકે છે. લાંબી બિમારીમાંથી છૂટકારો મળી શકે છે.   

તુલા રાશિ

7/12
image

તમને મહેનતથી સફળતા મળશે. તમારી ઈચ્છાઓ પૂરી થઈ જશે. પ્રમોશન મળવાના સંપૂર્ણ ચાન્સ છે. કોઈ પણ પ્રકારની તક જતી ન કરવી. તમે જે કામમાં હાથ નાખશો, તેમાં તમને જરૂરી મદદ મળી શકે છે. તમે લોકો પાસેથી તમારું કામ કઢાવામાં સફળ રહેશો. આજનો દિવસ સારો જશે. 

વૃશ્ચિક રાશિ

8/12
image

નાણાની બાબતે નુકસાન થઈ શકે છે. કેટલાક કાયદાકીય ગુંચવણોમાં પણ તમે ફસાઈ શકો છો. સમયનું ધ્યન રાખો. કેટલાક ખાસ કામમાં તમારે થોડી વધુ મહેનત કરવી પડી શકે છે. આજે અચાનક થનારા કોઈ ઘટનાક્રમમાં તાત્કાલિક નિર્ણય લેતા બચવું. તમને થોડો થાકનો અનુભવ થઈ શકે છે.  

ધનુ રાશિ

9/12
image

શેર માર્કેટમાં સમજી-વિચારીને રોકાણ કરવું. તમારા બોસ સાથે તમારા સંબંધો અંગે થોડા સાવધ રહો. જે લોકો તમારી કારકિર્દી માટે મહત્વપૂર્ણ હોય, તે આજે તમારા માટે થોડી મુશ્કેલી સર્જી શકે છે. તમને તમારી વાત રજૂ કરવાની તક થોડા સમય બાદ મળશે. કોઈ ખાસ કામ પૂરું થવાની આશા હોય અને ન થાય તો ટેન્શન કરવું નહીં. આજે તમારે ધીરજ રાખવાની રહેશે.  

મકર રાશિ

10/12
image

તમને નુકસાન થઈ શકે છે. દેખાડા અને આડંબરથી દૂર રહેવું. પરિવારમાં આર્થિક સ્થિતિ અંગે કેટલીક ચર્ચા થઈ શકે છે. વધારાની જવાબદારી મળી શકે છે. આજે તમારે નાણાની બાબતે સાવધ રહેવું પડશે, નહીંતર મોટું નુકસાન થઈ શકે છે. જીવન સાથીના વ્યવહારથી પણ દુખી થઈ શકો છો. 

કુંભ રાશિ

11/12
image

કારકિર્દી સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. દુશ્મનો તમારા પર પ્રભાવી રહેશે. જૂના વિવાદ ઉકેલવાનો પ્રયાસ કરશો અને પરિસ્થિતિ તમારી તરફેણમાં કરી લેશો. નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ સારો છે. ધંધામાં કંઈક નવું કરવામાં સફળ પણ થઈ શકો છો. તમને કોઈની મદદ પણ મળી શકે છે.   

મીન રાશિ

12/12
image

કારકિર્દી સાથે જોડાયેલા સંવેદનશીલ નિર્ણયો લેવામાં તમારે સાવધાન રહેવું. સમજી-વિચારીને રોકાણ કરવું. આજે તમે કોઈ ખાસ કામમાં ભૂલ કરી શકો છો. તમારા કામકાજમાં ભૂલો થઈ શકે છે. અન્ય લોકો પણ તમારા ભાગના કામને જોઈ શકે છે. આજે તમે જરૂરિયાત કરતાં વધુ થાકી જઈ શકો છો. પ્રેમ-જીવનમાં ઉતાર-ચડાવ આવી શકે છે. જીવનમાં નાની-મોટી મુશ્કેલીઓ આવી શકે છે.