પહેલા માનવતા અને બાદમાં ધર્મ, આ શબ્દો સાચવીને આ દરગાહમાં ઉજવાય છે દિવાળી


દરેક ધર્મ એવું કહે છે કે, પહેલા માનવતા અને બાદમાં ધર્મ. આ શબ્દોને કાયમ રાખીને રાજસ્થાનના ઝુંઝનુમાં દિવાળીની અલગ જ રોનક જોવા મળી. અહીં એક દરગાહમાં દિવાળીના દીપ પ્રગટાવવામાં આવ્યા, અને સાથે જ એક સંદેશ પણ આપવામાં આવ્યો કે, ઝુઝનુની કમરુદ્દીન શાહ દરગાહમાં આવી જ રીતે દર વર્ષે દિવાળી ઉજવવામાં આવે છે. હિન્દુ-મુસ્લિ એકસાથે આ તહેવારનો જશ્ન મનાવે છે. આ એક બહુ જ જૂની પરંપરા છે, જેને અહીંના મુસ્લિમ પરિવારો વર્ષોથી જાળવે છે. દિવાળી પર માત્ર દરગાહમાં દીપ જ નતી પ્રગટાવાતા, પરંતુ આતશબાજી પણ કરવામાં આવે છે. સાથે જ મીઠાઈ એકબીજાને ખવડાવીને શુભેચ્છાઓ પાઠવવવામાં આવે છે. 

દરગાહમાં જોવા મળે છે ખાસ નજારો

1/5
image

કમરુદ્દીન શાહ દરગાહના ગાદીનસીન એજાઝ નબીએ જણાવ્યું કે, આ દરગાહનો સાંપ્રદાયિક સૌહાર્દનો સંદેશ આજથી નહિ, પણ વર્ષો જૂનો છે. અંદાજે 250 વર્ષ પહેલા સૂફી સંત કમરુદ્દીન શાહ હતા. જેમની સંત ચંચલનાથ સાથે ગાઢ મિત્રતા હતી. બંને મળવા માટે જ્યારે દરગાહ અને આશ્રમથી નીકળતા હતા, તો એક ગુફામાં મળતા હતા. એટલું જ નહિ, બંનેનો એક જ સંદેશ હતો કે, ઝુઝનુમાં સાંપ્રદાયિક સૌહાર્દ અને કોમી એકતા બની રહે. 

સૂફીઝમની ખાસિયત છે માનવતા

2/5
image

ગાદીનશીન એજાઝ નબીએ કહ્યું કે, સૂફીઝમની ખાસિયત છે કે, પહેલા માનવતા, બાદમાં ધર્મ. આ શબ્દોને ઝુઝનુના લોકોએ પોતાના મનમાં વસાવી મૂક્યાં છે. આ જ કારણ છે કે, દીવાળીના પ્રસંગે દરગાહને દીપોની રોશનીથી સજાવવામાં આવે છે. તો ઈદ પણ બંને ધર્મના લોકો સાથે મળીને ઉજવે છે. 

250 વર્ષ જૂની પરંપરા

3/5
image

કમરુદ્દીન શાહ અને ચંચલનાથ મહારાજાએ જે પરંપરા 200-250 વર્ષ પહેલા શરૂ કરી હતી, તે આજે પણ ચાલુ છે. સાથે જ હિન્દુ-મુસ્લિમ એકતા, ભાઈચારો અને સૌહાર્દ આજે પણ અહીં જીવંત છે. તેનો સંદેશ આખા દેશમાં જાય છે. 

ઈદ પણ સાથે ઉજવે છે

4/5
image

એવું નથી કે, અહીં માત્ર દિવાળી જ સાથે ઉજવાય છે. પરંતુ અહીં હિન્દુઓ પણ ધામધૂમથી ઈદ ઉજવે છે. દરગાહમાં જ્યારે ઉર્સ આવે છે ત્યારે કવ્વાલીની સાથે ભજન પણ ગાવામાં આવે છે. ઉર્સની મોટી વિધિ ફાતિહામાં વિવિધ દરગાહના ગાદીનશીન લોકો ઉપરાંત આશ્રમોના મહંત પણ ભાગ લે છે, અને શાંતિની પ્રાર્થના કરે છે. આ જ કારણ છે કે, 1947ના રમખાણો હોય કે 1992ના, અહીં અમન અને શાંતિ હંમેશા રહે છે.

દિવાળીને લઈને લોકોમાં ઉત્સુકતા

5/5
image

દરગાહમાં દિવાળી ઉજવાતા હિન્દુ સમુદાયની યુવા પેઢી બહુ જ ખુશી અનુબવે છે. અહીંના યુવકો સમગ્ર દેશ માટે એક મિસાલની જેમ છે. યુવા કાર્તકર્તા દિનેશ સુંડાએ જણાવ્યું કે, અમે પણ દિવાળી દરગાહમાં ઉજવવા માટે ઉત્સુક રહે છે. બંને સમુદાયના લોકો એકસાથે ફટાકડા ફોડે છે, અને દીપ પ્રગટાવે છે. જેનાથી અખંડ ભારતની તસવીર સામે આવે છે. કોઈ સ્વાર્થ વગર લોકો અહીં એકબીજાને ખુશી વહેંચે છે.