Rahu Gochar 2024: રાહુની શુભ દૃષ્ટિ આ 3 રાશિઓને આપશે અપાર સંપત્તિ સાથે સફળતા, 2 ડિસેમ્બર સુધી ચાલશે ગોલ્ડન પીરિયડ

Rahu Gochar 2024: રાહુ એક છાયા ગ્રહ છે પરંતુ તેમ છતાં તે ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી ગ્રહ છે. જે વ્યક્તિ પર રાહુ મહેરબાન થાય છે તેને ધન પ્રાપ્તિ સહિતના દરેક પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. શનિ પછી રાહુ બીજો ગ્રહ છે જે ધીમી ગતિથી ગોચર કરે છે. રાહુ જ્યારે નક્ષત્ર પરિવર્તન કરે છે ત્યારે તેની અસર દૂરગામી હોય છે. 

શનિના નક્ષત્રમાં રાહુ

1/5
image

5 જુલાઈ 2024 ના રોજ રાહુએ શનિના નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો. રાહુના શનિના નક્ષત્ર ઉત્તર ભાદ્રપદના દ્વિતીય ચરણમાં ગોચર કરે છે. અહીં રાહુ 2 ડિસેમ્બર 2024 સુધી બિરાજમાન રહેશે. શનિ અને રાહુ વચ્ચે મિત્રતાનો ભાવ હોય છે. શનિના નક્ષત્રમાંથી રાહુની દ્રષ્ટિ ત્રણ રાશિઓ પર પડે છે જે ખૂબ જ સકારાત્મક છે. આ ત્રણ રાશિઓ માટે 2 ડિસેમ્બર સુધીનો સમય ગોલ્ડન ટાઈમ હશે. 

મેષ રાશિ 

2/5
image

રાહુના નક્ષત્ર પરિવર્તનથી મેષ રાશિના લોકોને સકારાત્મક પ્રભાવ જોવા મળશે. વિચારમાં સ્પષ્ટતા આવશે અને સ્વભાવમાં સ્થિરતા. ધન પ્રાપ્તિના નવા રસ્તા ખુલશે. વેપારમાં તેજી આવશે. આ સમય દરમિયાન સતત પ્રગતિ થતી રહેશે. 

મિથુન રાશિ 

3/5
image

મિથુન રાશિ માટે પણ રાહુનું શનિના નક્ષત્રમાં ગોચર અનુકૂળ રહેશે. વ્યક્તિત્વમાં સકારાત્મક ફેરફાર આવશે. જે પણ ફિલ્ડમાં કામ કરતા હશો તેમાં સફળતા મળતી રહેશે. રોજગારની નવી તકો સામે આવશે. વેપાર સંબંધિત યાત્રાઓ સફળ રહેશે. લવ રિલેશનશિપમાં પોઝિટિવ સમય. 

કુંભ રાશિ 

4/5
image

કુંભ રાશિના લોકો માટે પણ રાહુનું નક્ષત્ર પરિવર્તન પોઝિટિવ રહે છે. ધન કમાવાની નવી તકો મળશે. આવકના નવા નવા સ્ત્રોતથી બચત વધશે. જીવનમાં સ્થિરતા આવશે. મિત્રોની મદદથી નવું કામ શરૂ થઈ શકે છે. યોજના બનાવીને આગળ વધશો તો લાભ મળતો રહેશે. પરિવારમાં વિવાદ હશે તો તે સમાપ્ત થઈ જશે.

5/5
image