18 વર્ષ બાદ બનશે રાહુ-બુધની યુતિ, આ ત્રણ જાતકોને મળશે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા

Rahu Budh Yuti Effects: વૈદિક જ્યોતિષ અનુસાર બુધ અને રાહુની યુતિ બનવા જઈ રહી છે. આ યુતિથી ત્રણ જાતકોના જીવનમાં ખુશીઓ આવવાની છે. આ જાતકોને જીવનમાં સફળતા મળશે. 
 

Rahu Budh Yuti Effects

1/5
image

વૈદિક જ્યોતિષ અનુસાર બુધ ગ્રહ 7 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલાથી રાહુ ગ્રહ સ્થિત છે. તેવામાં મીન રાશિમાં બુધ અને રાહુની યુતિ 18 વર્ષ બાદ બનવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા વર્ષ 2006માં મીન રાશિમાં બંને ગ્રહોની યુતિ બની હતી. તેવામાં આ બંને ગ્રહોની યુતિનો પ્રભાવ દરેક જાતકો પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિ એવી છે, જેનું આ સમયે ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જાતકોને માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે. આવો જાણીએ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.  

વૃષભ રાશિ (Taurus Zodiac)

2/5
image

વૃષભ રાશિના જાતકો માટે રાહુ અને બુધની યુતિ લાભકારી સાબિત થશે. કારણ કે આ યુતિ તમારી રાશિના આવક અને લાભ સ્થાનમાં બનવા જઈ રહી છે. તેથી આ દરમિયાન તમને કરિયરમાં અદ્ભુત પરિણામ મળશે અને બેન્ક બેલેન્સમાં વધારો થશે. સાથે નોકરી કરનાર જાતકો આ સમયમાં મહેનત કરશે તેની પ્રશંસા મળશે. તમારી આવકમાં વધારો થશે. આવકના નવા સ્ત્રોત બનશે. તો રોકાણથી લાભ થશે. 

કર્ક રાશિ (Cancer Zodiac)

3/5
image

રાહુ અને બુધનો સંયોગ કર્ક રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી નવમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયમાં તમને ભાગ્યનો સાથ મળશે. આ સાથે કર્ક રાશિના જાતકોના કાર્ય પૂરા થશે અને સરકારી કાર્યોમાં લાભ થશે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશી કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને આ સમય ફળદાયી સાબિત થશે. તમે આ સમયે કામ-કારોબારના સંબંધમાં યાત્રા પણ કરી શકો છો, જે શુભ સાબિત થશે. આ દરમિયાન તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો.

વૃશ્ચિક રાશિ (Scorpio Zodiac)

4/5
image

તમારા માટે રાહુ અને બુધની યુતિ શુભ સાબિત થશે. કારણ કે આ યુતિ તમારી ગોચર કુંડળીના પંચમ ભાવમાં બનવા જઈ રહી છે. તેથી આ સમયે તમને સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે. સાથે પ્રોફેશનલ લક્ષ્યોને પૂરા કરવા માટે આ સમય સારો રહેશે અને કાર્યસ્થળ પર સહકર્મીઓનો સહયોગ મળશે. તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે. તમને માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. તમારો કોઈ સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે તોતમને સફળતા મળશે.

5/5
image