ત્રીજા ભવ્ય હિન્દુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરશે પીએમ મોદી, રબારી સમાજનુ આસ્થાનું છે કેન્દ્ર

Mehsana Valinath Mahadev Pran Pratishtha Mohotsav : રબારી સમાજના આસ્થા કેન્દ્ર અને ગુરુ ગાદી એવા મહેસાણાના વિસનગરના તરભ વાળીનાથ મહાદેવ ધામ ખાતે 16 ફેબ્રુઆરી થી ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી થવા જઈ રહી છે. તરભ વાળીનાથ મહાદેવ અખાડા ધામ ખાતે 16 થી 22 ફેબ્રુઆરી દરમ્યાન લાખ્ખો શ્રધ્ધાળુઓ દર્શને પધારવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તરભ વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. પ્રધાનમંત્રી રામ મંદિર, અબુધાબી મંદિર બાદ આ ત્રીજા ભવ્ય હિન્દુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યાં છે. 

1/6
image

તરભ વાળીનાથ ધામ ખાતે આજથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે. જેમાં પ્રથમ દિવસે શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા બાદ પોથીયાત્રા અને કળશ યાત્રા નીકળશે. આ સમગ્ર આયોજન પૂર્ણ થયા બાદ પૂજ્ય ગીરીબાપુ કથાનું રસપાન કરાવશે. બપોર બાદ ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તો સાંજે 4 વાગે મોટીવેશનલ સ્પીકર પ્રોગ્રામ રહેશે. રાત્રે ભવ્ય સંતવાણી પ્રોગ્રામનું આયોજન કરાયું છે.   

2/6
image

આ મહોત્સવમાં રોજ 3 થી 4 લાખ ભક્તો કથા માં હાજરી આપવાનો અંદાજ છે. મોટી સંખ્યામાં આવનારા ભક્તોને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. જ્યાં હજારો સ્વયં સેવકો સેવા બજાવશે. પોલીસ કર્મીઓ સુરક્ષાને લઈને સતર્ક રહેશે. મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો પણ ઉપસ્થિત રહેશે. 

3/6
image

16 ફેબ્રુઆરી થી 22 ફેબ્રુઆરી દરમ્યાન રોજ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 1100 કુંડીનો અતીરુદ્ર મહાયજ્ઞ યોજાશે. તો 22 ફેબ્રુઆરી એ વડાપ્રધાન અને મુખ્ય પ્રધાન પણ ઉપસ્થિત રહેવાના છે.   

4/6
image

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામમાં 900 વર્ષ પૂર્વે વિરમગીરી મહારાજે સ્થાપેલું રબારી સમાજના ગુરુગાદી વાળીનાથ મંદિર બનીને તૈયાર થઈ ચૂક્યું છે. વર્ષ 2011માં બળદેવગીરી મહારાજના હસ્તે ભૂમિપૂજન કરાયેલા આ મંદિરના આજથી એટલે કે 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 

5/6
image

6/6
image