પ્રો. કબડ્ડી લિગ: સતત 6મેચમાં જીત મેળવનારી ગુજરાત જાયન્ટ્સની વિજયકૂચ યથાવત

ગુજરાતે શુક્રવારે બંગાળ વોરિયર્સ સામેની મેચમાં 35-23 પોઈન્ટથી વિજય સાથે ઘરઆંગણે તેના અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ગુજરાતે સ્પર્ધામાં તેની કોઈ પણ મેચ ગુમાવી નથી અને એક મેચ ટાઈ રહ્યા બાદ તેણે સતત છ મેચમાં વિજય મેળવ્યો છે.

ગુજરાતે શાનદાર રમત અંત સુધી જાળવી રાખી

1/6
image

યજમાન ટીમના ખેલાડીઓ એક પછી એક પોઈન્ટ મેળવતા રહ્યા હતા. જ્યારે પ્રવાસી ટીમ રમતના તમામ પાસામાં યજમાન ટીમ સામે નબળી પુરવાર થઈ હતી. ગુજરાતે તેની શાનદાર રમત અંત સુધી જાળવી રાખતા અંતે ઘરઆંગણે 35-23થી આસાન વિજય મેળવ્યો હતો. (ફોટો સાભાર: prokabbadi.Com)

બીજા હાફમાં પણ ગુજરાતની તેની આક્રમક રમત

2/6
image

બીજા હાફમાં પણ ગુજરાતે તેની આક્રમક રમત જારી રાખી હતી. તેના ખેલાડીઓએ પ્રતિસ્પર્ધી ટીમને રમતમાં પાછા ફરવાની કોઈ તક આપી નહતી. એક તબક્કે 21-15થી પાછળ રહ્યા બાદ ગુજરાતના ખેલાડીઓએ કેટલિક ભૂલ કરતા બંગાળે સરસાઈ ઓછી કરી હતી અને સ્કોર 21-18 પર પહોંચાડ્યો હતો. (ફોટો સાભાર: prokabbadi.Com)

ગુજરાતે બંગાળને કરી ઓલઆઉટ

3/6
image

બંગાળનો દેખાવ કથળ્યો અને પ્રવાસી ટીમ ઓલઆઉટ થઈ ગઈ. જેના લીધે ગુજરાતની સરસાઈ 14-11 થઈ ગઈ. યજમાન ટીમે તેના જોરદાર દેખાવને જારી રાખતા હાફ ટાઈમ સુધી 19-14ની સરસાઈ પ્રાપ્ત કરી લીધી હતી. (ફોટો સાભાર: prokabbadi.Com)

બન્ને ટીમોએ સારી શરૂઆત, ગુજરાતે આક્રમક વલણ અપનાવ્યું

4/6
image

પ્રેક્ષકોથી ખિચોખિચ ભરેલા એરેના ટ્રાન્સ સ્ટેડિયા ખાતે એમ તો પ્રારંભે બન્ને ટીમોએ સારી શરૂઆત કરતા શરૂઆતની બે રેડ વ્યર્થ રહ્યા બાદ ગુજરાતે આક્રમક વલણ અપનાવ્યું. મેચમાં 8-8થી બરોબર રહ્યા બાદ બંગાળે પહેલી ડૂ એન્ડ ડાય રેડ કરવી પડી અને તેના પર મનિન્દર સિંહ પોઈન્ટ મેળવવામાં સફળ રહ્યો. (ફોટો સાભાર: prokabbadi.Com)

બંગાળ વોરિયર્સ સામેની મેચમાં 35-23 પોઈન્ટથી વિજય સાથે ઘરઆંગણે તેના અભિયાનનો પ્રારંભ કર્યો

5/6
image

ગુજરાતે શુક્રવારે બંગાળ વોરિયર્સ સામેની મેચમાં 35-23 પોઈન્ટથી વિજય સાથે ઘરઆંગણે તેના અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ગુજરાતે સ્પર્ધામાં તેની કોઈ પણ મેચ ગુમાવી નથી અને એક મેચ ટાઈ રહ્યા બાદ તેણે સતત છ મેચમાં વિજય મેળવ્યો છે. (ફોટો સાભાર: prokabbadi.Com)

ગજરાત જાયન્ટ્સની વિજયકૂચ યથાવત

6/6
image

એક મેચ ટાઈ બાદ છ મેચ જીતનારી ગુજરાતે ફોરચ્યુન જાયન્ટસે ઘર આંગણે પહેલી મેચમાં વિજય મેળવ્યો (ફોટો સાભાર: prokabbadi.Com)