લગ્ન પહેલા પ્રિયંકા-નિકની પાર્ટીઓ શરૂ, આ રીતે કર્યું દેવર-દેવરાણીનું મુંબઇમાં Welcome

પ્રિયંકા સોમવારે તેની ફેમેલી, મિત્રો અને કઝીન પરિણીતી ચોરડાની સાથે પાર્ટી કરતા જોવા મળી રહી છે. આ પાર્ટીમાં પ્રિયંકાની સાથે આલિયા ભટ્ટ પણ જોવા મળી હતી

નવી દિલ્હી: પ્રિયંકા ચોપડાના મંગેતર નિક જોનાસ પછી એક દિવસ પહેલા જ દેવર જો જોનાસ અને તેની મંગેતર સોફી ટર્નર પણ મુંબઇ આવી પહોંચ્યા છે. એવામાં સોમવારે દેશી ગર્લ પ્રિયંકાએ સંપૂર્ણ વિદેશી અંદાજમાં તેના દેવર અને દેવરાણીનું સ્વાગત કર્યું છે. પ્રિયંકા સોમવારે તેની ફેમેલી, મિત્રો અને કઝીન પરિણીતી ચોરડાની સાથે પાર્ટી કરતા જોવા મળી રહી છે. આ પાર્ટીમાં પ્રિયંકાની સાથે આલિયા ભટ્ટ પણ જોવા મળી હતી. એવામાં સોમવારે પ્રિંયકા આ બધા સાથે જૂહુના પ્રસિદ્ધ રેસ્ટોરાં એસ્ટેલામાં પાર્ટી કરતી જોવા મળી હતી.

શરૂ થયું પ્રિંયકાનું સેલીબ્રેશન

1/7
image

પ્રિયંકા અને નિક થોડા દિવસોમાં લગ્ન કરવા જઇ રહ્યાં છે. પ્રિયંકાના લગ્ન જોધપુરમાં થવાના છે, જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ વચ્ચે સોમવારે પ્રિયંકાએ તેના મંગેતર, દેવર, દેવરાણી અને મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી હતી.

ગાઉનમાં દેશી ગર્લ તો કેઝ્યૂઅલમાં જોવા મળ્યો નિક

2/7
image

સોમવારે યોજાયેલી આ પાર્ટીમાં પ્રિયંકા ચોપડા ગોલ્ડન રોઝ કલરના સુંદર ગાઉનમાં જોવા મળી હતી, જ્યારે દર વખતની જેમ આ વખતે પણ નિક કેઝ્યૂઅલ લુકમાં વાઇટ ટીશર્ટ અને ખાખી પેન્ટ્સમાં જોવા મળ્યો હતો.

કેમેરામાં કેદ કરતો જો જોનાસ

3/7
image

લાગે છે કે જોનાસ બ્રધર્સ ઇન્ડિયન મીડિયા સાથે ઘણા ફ્રેન્ડલી થઇ ગયા છે. પોતાનો ફોટો ખેંચનાર ફોટોગ્રાફર્સનો ફોટો લઇ રહેલો જો જોનાસ.

સોફી ટર્નર અને જો જોનાસની ભવ્ય અન્ટ્રી

4/7
image

પ્રિયંકા ચોપડાની દિવરાણી સોફી ટર્નર, એચબીઓના પ્રસિદ્ધ શો ‘ગેમ ઓફ થ્રોન્સ’માં જોવા મળી હતી. જ્યારે તે પ્રિયંકાના દેવર જો જોનાસ ડેંસ (DNCE) બેંડની લીડ સિંગર છે.

આલિયા પણ પહોંચી પાર્ટીમાં

5/7
image

હાલમાં રણબીર કપૂરની સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રની શૂટિંગ કરી રહેલી આલિયા ભટ્ટ પણ પ્રિયંકાની આ પાર્ટીમાં પહોંચી હતી. પ્રિયંકાની કઝીન સિસ્ટર પરિણીતી ચોપડા પણ આ પાર્ટીમાં જોવા મળી હતી.

ઉમેદ ભવનમાં કરશે લગ્ન

6/7
image

પ્રિયંકા અને નિકના લગ્ન 2 ડિસેમ્બરે જોધપુરના ઉમેદ ભવનમાં થવા જઇ રહ્યાં છે. પ્રિયંકાએ તેના લગ્ન બાદ મુંબઇ અને દિલ્હીમાં બે રિસેપ્શનનું પણ આયોજન કર્યું છે.

શરૂ થઇ લગ્નની તૈયારી

7/7
image

તેની મંગેતરની સાથે એક દિવસ પહેલા મુંબઇમાં પહોંચ્યા જો જોનાસ અને સોફી ટર્નર. (ફોટો સાભાર: Yogen shah)