11 વર્ષની મૂંછોવાળી રાજકુમારી માટે 13 લોકોએ જીવ દઈ દીધો હતો? હવે કેમ થઈ રહી છે સુંદરતાની ચર્ચા, જાણો સચ્ચાઈ

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એક રાજકુમારી ફતેમેહ ખાનમ 'એસ્મત અલ દૌલેહ'ના ફોટા વાયરલ થઈ રહ્યા છે. જેમાં એવું કહેવાઈ રહ્યું છે કે તેમના માટે 13 લોકોએ જીવ દઈ દીધા હતા. જાણો આ ઘટનાની સંપૂર્ણ સચ્ચાઈ. 

1/6
image

Esmat al-dowleh Photo: Esmat al-dowleh Photo: સોશિયલ મીડિયા પર અનેક જૂના કિસ્સા, ફોટા વાયરળ થાય છે. આવામાં કેટલાક ફોટા ફારસી રાજ પરિવારોની 2 રાજકુમારીઓના વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવાય છે કે રાજકુમારી ફતેમેહ ખાનમ એસ્મત અલ દૌલેહ એટલી સુંદર હતી કે તેના માટે 13 લોકોએ પોતાના જીવ દઈ દીધા હતા. આ કહાનીને લઈને અનેક વિરોધાભાસ છે. 

वाकई थीं राजकुमारी कजर?

2/6
image

અનેક લોકો એવા સવાલ ઉઠાવી રહ્યા છે કે વાસ્તવમાં એવી કોઈ 'રાજકુમારી કઝર' હતી કે નહીં. હકીકતમાં કઝર રાજકુમારી તરીકે 2 રાજકુમારીઓને રજૂ કરવામાં આવી રહી છે. આ બંને રાજકુમારીઓ ફારસી કઝર રાજવંશ દરમિયાન થઈ જે 1789થી 1925 સુધી હતો. 

જન્મમાં અંતર

3/6
image

ATI સાઈટ મુજબ જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તેમાં 2 બહેનોનો ઉલ્લેખ છે. પહેલી ફતેમેહ ખાનમ 'એસ્મત અલ દૌલેહ' અને બીજી ઝહરા ખાનમ 'તાજ અલ સલ્તાનેહ'. આ બંને સાવકી બહેનો હતી. જેમાં 1855માં જન્મેલી રાજકુમારી ફતેમેહ ખાનમ 'એસ્મત અલ દૌલેહ' અને 1884માં જન્મેલી રાજકુમારી ઝહરા ખાનમ 'તાજ અલ સલ્તાનેહ' છે. જ્યારે તસવીરોમાં તેમની ઉંમરમાં એટલો ફરક જોવા મળતો નથી. 

મૂંછોવાળી રાજકુમારી

4/6
image

હવે ફોટો જોઈને નવાઈ લાગશે કે જે રાજકુમારીની સુંદરતાની આટલી ચર્ચા થઈ રહી છે તે તો જોવામાં છોકરીઓ જેવી દેખાતી નથી. તેના ચહેરા પર વાળ ઉપરાંત મૂંછો પણ જોવા મળી રહી છે. 

સુંદરતાનો અલગ માપદંડ

5/6
image

વાત જાણે એમ છે કે 19મી સદીમાં ફારસી રાજવંશમાં સુંદરતાના માપદંડ અલગ હતા. તે સમયે મહિલાઓના ચહેરા પર વાળ હોવા એ સારી વાત ગણાતી હતી. એટલે સુધી કે તેઓ તેને કાજલથી રંગીને વધુ ગાઢ બનાવતી. 

ખરેખર લોકોએ જીવ દીધા?

6/6
image

તેને લઈને એક અલગ કહાની સામે આવી રહી છે. એક સાઈટ મુજબ આ બંને રાજકુમારીઓના લગ્ન 11 વર્ષ અને 13 વર્ષની કુમળી અવસ્થામાં થયા હતા. ત્યાં સુધી તેમના પરિવાર અને નજીકના લોકોએ જ તેમને જોયા હતા. આવામાં 13 લોકો તેમના માટે કેવી રીતે જીવ દઈ શકે?