જમા રકમથી વધુ વ્યાજ આપશે Post Office આ સ્કીમ, એક ટ્રિકથી થશે કમાલ, જાણો વિગત
બેન્કની જેમ પોસ્ટ ઓફિસમાં પણ તમને ફિક્સ્ડ ડિપોઝિટનો વિકલ્પ અલગ-અલગ ટેન્યોરની સાથે મળે છે. તેને પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ (Post Office Time Deposit)ના નામથી ઓળખવામાં આવે છે. જો તમે પણ પોસ્ટ ઓફિસમાં સારી કમાણી કરવા ઈચ્છો છો તો 5 વર્ષની એફડીમાં રોકાણ કરો અને તેને એક્સટેન્ડ કરાવી ફરીથી 5 વર્ષ માટે રોકાણ યથાવત રાખો. આ રીતે કુલ 10 વર્ષોમાં તમે રોકાણ કરેલી મૂળ રકમથી વધુ કમાણી વ્યાજથી કરી શકો છો. અહીં જાણો ₹1,00,000 થી ₹5,00,000 સુધીની ગણતરી.
5,00,000 જમા કરવા પર કેટલું રિટર્ન
પોસ્ટ ઓફિસમાં 5 વર્ષની ટાઇમ ડિપોઝિટ પર 7.5 ટકા પ્રમાણે વ્યાજ મળે છે. જો તમે 5 લાખ રૂપિયા 10 વર્ષ માટે જમા કરશો તો તમને 5,51,175 રૂપિયા વ્યાજથી મળશે અને મેચ્યોરિટી પર કુલ રકમ 10,51,175 રૂપિયા થશે.
4,00,000 જમા કરવા પર કેટલું રિટર્ન
જો તમે 4 લાખ રૂપિયા જમા કરશો તો 7.5 ટકા પ્રમાણે 10 વર્ષમાં 4,40,940 રૂપિયા વ્યાજથી મળશે અને મેચ્યોરિટી પર કુલ રકમ 8,40,940 રૂપિયા થઈ જશે.
3,00,000 જમા કરવા પર કેટલું રિટર્ન
જો તમે આ સ્કિમમાં 3 લાખ રૂપિયા 10 વર્ષ માટે જમા કરો છો તો તમને વ્યાજ તરીકે 3,30,705 રૂપિયા મળશે. આ રીતે તમને મેચ્યોરિટી પર 6,30,705 રૂપિયા મળશે.
2,00,000 જમા કરવા પર કેટલું રિટર્ન
જો તમે 2 લાખ રૂપિયા 10 વર્ષ માટે જમા કરો છો તો તમને 2,20,470 રૂપિયા મળશે અને મેચ્યોરિટી પર આ રકમ 4,20,470 રૂપિયા થશે.
1,00,000 જમા કરવા પર કેટલું રિટર્ન
આ સ્કીમમાં જો તમે 1 લાખ રૂપિયાનું રોકાણ 10 વર્ષ માટે કરો છો તો તમને 1,10,235 રૂપિયા વ્યાજ મળશે. આ રીતે મેચ્યોરિટી પર તમને 2,10,235 રૂપિયા મળશે.
Trending Photos