Post Office: આ છે કરોડપતિ બનાવનારી 4 સ્કીમો, તમે ઉઠાવી શકો છો ફાયદો

જો તમે પણ ભવિષ્યનો પ્લાન બનાવી રહ્યાં હોવ તો પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં પૈસા લગાવી શકો છો. 

Post Office Small Savings: હંમેશા પોસ્ટ ઓફિસ રોકાણ માટે એક સારો વિકલ્પ રહે છે. જો તમે પોસ્ટ ઓફિસની કોઈ સ્કીમમાં પૈસા લગાવો છો તો, તમારે પૈસાની ચિંતા કરવાની હોતી નથી. પોસ્ટ ઓફિસની ઘણી સ્કીમ છે, જેમાં તમે રોકાણ કરો તો થોડા વર્ષોમાં કરોડપતિ બની શકો છો. અહીં અમે તમને પોસ્ટ ઓફિસની કેટલીક સ્કીમ વિશે માહિતી આપીશું. જેના દ્વારા તમે પૈસાની કમાણી કરી શકો છો. તેમાં 5 વર્ષથી 15 વર્ષની યોજનાઓ છે. 

આ સ્કીમમાં લગાવો પૈસા

1/5
image

આવો તમને જણાવીએ કે પોસ્ટ ઓફિસની કરોડપતિ બનાવતી 4 સ્કીમ્સ વિશે- આ લિસ્ટમાં પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF), રિકરિંગ ડિપોઝિટ  (RD), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) અને ટાઇમ ડિપોઝિટ (TD) સ્કીમ છે. આ સ્કીમ દ્વારા રોકાણકારો થોડા વર્ષોમાં મોટું ફંડ બનાવીને તૈયાર કરી શકે છે. 

પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF)

2/5
image

PPFમા રોકાણકારો વાર્ષિક વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરી શકે છે. તો તેમાં મહિને વધુમાં વધુ 12500 જમા કરી શકો છો,, આ સ્કીમની મેચ્યોરિટી 15 વર્ષી હોય છે.  જેને તમે આગળ 5-5 વર્ષ સુધી આગળ વધારી શકો છો. આ સ્કીમમા આ સમયે વાર્ષિક 7.1 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. જો તમે દર વર્ષે 1.5 લાખ રૂપિયા લગાવો છો અને 25 વર્ષ સુધી પૈસા જમા કરાવો તો તમારુ કુલ રોકાણ 37,50,000 થશે. 25 વર્ષ બાદ મેચ્યોરિટી પર રકમઃ 1.03 કરોડ રૂપિયા થઈ જશે કારણ કે તેમાં તમને કમ્પાઉડિગ વ્યાજનો ફાયદો મળે છે. 

રિકરિંગ ડિપોઝિટ (RD)

3/5
image

RDમા તમે મહિને ગમે એટલા રૂપિયા જમા કરાવી શકો છો. તેમાં કોઈ મર્યાદા નથી. અહીં જો આપણે પીપીએફ બરાબર દર મહિને 12500 રૂપિયા જમા કરાવીએ તો તમારૂ મોટું ફંડ તૈયાર થઈ શકે છે. RDમા તમે ગમે એટલા વર્ષ રોકાણ કરી શકો છો. તેમાં વાર્ષિક 5.8 ટકા વાર્ષિક કમ્પાઉન્ડિંગ વ્યાજ મળે છે. જો તમે વાર્ષિક 1,50,000 રૂપિયા જમા કરાવો તો કમ્પાઉન્ડિંગ વ્યાજ પ્રમાણે 27 વર્ષ બાદ તમારી રકમ 99 લાખ રૂપિયા થઈ જશે. તેમાં તમારૂ કુલ રોકાણ 40,50,000  રૂપિયાનું હશે. 

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)

4/5
image

જો તમે એનએસસીમાં રોકાણ કરો છો તો તમે આવકવેરાની કલમ 80સી હેઠળ એનએસસીમાં દર વર્ષે 1.5 લાખ રૂપિયા સુધી રોકાણ કરી ટેક્સમાં છૂટ મેળવી શકો છો. તેમાં મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષનો હોય છે. તેમાં વાર્ષિક 6.8 ટકા વ્યાજ મળી રહ્યું છે. વ્યાજદરની વાત કરીએ તો બીજા સ્મોલ સેવિંગ સ્કીમમાં વ્યાજદરની દરેક ક્વાર્ટરમાં સમીક્ષા કરવામાં આવે છે પરંતુ એનએસસીમાં રોકાણના સમયે વ્યાજદર મેચ્યોરિટી પીરિયડ સુધી એક જ રહે છે. 

ટાઇમ ડિપોઝિટ (TD)

5/5
image

ટાઇમ ડિપોઝિટ એટલે કે એફડીમાં જમા કરવાની કોઈ મર્યાદા નક્કી નથી. પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ હેઠળ 5 વર્ષની જમા રકમ પર 6.7 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. જો તમે આ સ્કીમમાં જમાઃ 15 લાખ, વ્યાજદર 6.7 ટકા વાર્ષિક મળે છે તો તમે 30 વર્ષમાં કરોડપતિ બની શકો છો.