PNB શરૂ કરી મહિલાઓ માટે ખાસ સ્કીમ, ફ્રી મળશે આ 6 સુવિધાઓ

PNBની આ સ્કીમ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની પહેલ કરવામાં આવી છે. પીએનબીએ ખાસ મહિલાઓ માટે પાવર સેવિંગ્સ એકાઉન્ટ (Power Savings Account)ની શરૂઆત કરી છે.

નવી દિલ્હી: સાર્વજનિક ક્ષેત્રની મોટી બેંક પંજાબ નેશનલ બેંક (Punjab National Bank)એ દેશની મહિલાઓ માટે ખાસ સ્કીમ શરૂ કરી છે. PNBની આ સ્કીમ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની પહેલ કરવામાં આવી છે. પીએનબીએ ખાસ મહિલાઓ માટે પાવર સેવિંગ્સ એકાઉન્ટ (Power Savings Account)ની શરૂઆત કરી છે.

મહિલાઓ માટે ખાસ યોજના

1/4
image

પંજાબ નેશનલ બેંક અનુસાર, આ મહિલાઓ માટે એક ખાસ યોજના છે. જેના દ્વારા મહિલાઓ ખાતુ ખોલાવી ઘણી સુવિધાઓનો લાભ મળવી શકે છે. તેમાં જોઇન્ટ એકાઉન્ટની પણ સુવિધા મળે છે. પરંતુ શરત છે કે, ખાતામાં પહેલું નામ મહિલાનું હોવું જોઇએ.

ટ્વીટ કરી આપી આ જાણકારી

2/4
image

તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ સ્કીમની ડીટેલ્સ શેર કરવાની સાથે PNBએ લખ્યું, પીએનબી પાવર સેવિંગ્સ મહિલાઓ માટે એક ખાસ યોજના છે. આ ખાતાને તમે ગામ અથવા શહેર ક્યાંય પણ ખોલાવી શકે છે. ગામમાં આ ખાતુ તમે 500 રૂપિયાથી ખોલાવી શકે છે. સેમી અર્બન એરિયામાં ખાતુ 1000 રૂપિયાથી ખોલાવી શકે છે. ત્યારે શહેરી વિસ્તારમાં ખાતુ ખોલાવવા માટે 2 હજાર રૂપિયાથી શરૂઆત ડિપોઝિટની જરૂરી છે. ખાતુ ખોલાવવા માટે મહિલાની ભારતીય નાગરિકતા હોવા જરૂરી છે.

શું છે ખાતાની ખાસિયત?

3/4
image

આ ખાતામાં તમને વર્ષના 50 પેજની ચેકબુક ફ્રીમાં મળે છે. આ ઉપરાંત NEFTની સુવિધા ફ્રીમા મળે છે. ત્યારે બેંક ખાતા પર પ્લેટિનમ ડેબિટ કાર્ડ અને ફ્રી SMS એલર્ટ સુવિધા પણ મળે છે. આ ઉપરાંત તમને 5 લાખ રૂપિયા સુધી ફ્રી એક્સીડેન્ટલ ડેથ ઇન્શ્યોરન્સ કવર અને દરરોજ 50 હજાર રૂપિયા સુધી કેશ ઉપાડવાની સુવિધા પણ મળે છે.

ખાસ મહિલાઓ માટે બનાવ્યું છે આ ખાતુ

4/4
image

પંજાબ નેશનલ બેંક પાવર સેવિંગ એકાઉન્ટ તેમના ગ્રાહકોને કેટલીક એવી સુવિધા આપે છે, જે સમાન્ય ગ્રાહકોને મળતી નથી. મહિલાઓને સશક્ત કરવા માટે પીએનબી આ પહેલા પણ ઘણી સ્કીમ શરૂ કરી હતી.