ઘર માટે ફરી શરૂ થઈ 2.67 લાખ જેવી સબસીડી! પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0ને લીલીઝંડી

Pradhan Mantri Awas Yojana: PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં આ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે. આ યોજના થકી દેશના સેકડો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું ઘરના ઘરનું સપનું થશે સાકાર....

1/8
image

Pradhan Mantri Awas Yojana: હાલ દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. એમાંય મકાનોના ભાવ તો હાલ આકાશને આંબી રહ્યાં છે. ત્યારે ગરીબ અને સામાન્ય માણસો માટે ઘરનું ઘર લેવું એક સપના સમાન બની ગયું છે. આવી સ્થિતિમાં મોદી સરકારે દેશના સેકડો ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને આપી છે સૌથી મોટી ભેટ. પીએમ મોદીએ હાલમાંજ સામાન્ય માણસોને પોતાના સપનાનું ઘર મળી રહે તે માટે એક મહત્ત્વની યોજના અમલી કરી છે. જેમાં મકાન લેવા સરકાર આપશે પૈસા! શું છે નિયમો? જાણો કોને મળશે યોજનાનો લાભ...

2/8
image

PM મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે કેબિનેટની બેઠકમાં આ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે. આ યોજના થકી દેશના સેકડો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું ઘરના ઘરનું સપનું થશે સાકાર...સરકા ગરીબ અને મધ્યમ વર્ગને પરવડે તેવા સેકડો મકાનો બનાવશે. આ ઉપરાંત મકાન લેવા માટે સરકાર સામેથી આપશે પૈસા. જાણીને નવાઈ લાગશે પણ અગાઉની 2.67 લાખની સબસીડી જેવી જ જબરદસ્ત યોજના સરકારે ફરી શરૂ કરી છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી 2.0 યોજનાને મંજૂરી આપી છે. 

3/8
image

આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે એક કરોડ પરવડે તેવા મકાનો બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં શુક્રવારે આ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. સરકાર આ યોજના પર 2.30 લાખ કરોડ રૂપિયાની સબસિડી આપશે. આ યોજના હેઠળ સરકાર શહેરી વિસ્તારોમાં મકાનો બનાવવા માટે આર્થિક મદદ કરશે.

ખુલી ગયું ગરીબ અને મધ્યમ વર્ગનું કિસ્મતઃ

4/8
image

પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીના પ્રથમ તબક્કામાં 1.18 કરોડ મકાનો બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમાંથી 85.5 લાખ મકાનો બનાવવામાં આવ્યા છે. આ સિવાય સરકાર હવે ક્રેડિટ રિસ્ક ગેરંટી ફંડ ટ્રસ્ટમાં 3000 કરોડ રૂપિયા આપશે. પહેલા આ આંકડો 1000 કરોડ રૂપિયા હતો. આ હેઠળ, બેંકો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને મદદ કરવામાં આવે છે જેથી તેઓ આર્થિક રીતે નબળા લોકો માટે મકાનોના નિર્માણ માટે નાણાં પૂરા પાડી શકે. આ ફંડ હવે નેશનલ હાઉસિંગ બેંકને બદલે નેશનલ ક્રેડિટ ગેરંટી કંપની દ્વારા સંચાલિત કરવામાં આવશે.

PMAY-U 2.0 યોગ્યતા માપદંડ

5/8
image

ઇડબલ્યુએસ/એલઆઇજી/મિડલ ઇન્કમ ગ્રૂપ (એમઆઇજી) સેગમેન્ટનાં કુટુંબો કે જેમની પાસે દેશમાં ક્યાંય પણ પાકું મકાન નથી, તેઓ પીએમએવાય-યુ 2.0 હેઠળ મકાન ખરીદવા કે બાંધવાને પાત્ર છે. 1) ઈડબલ્યુએસ કુટુંબો ₹3 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો છે. 2) એલઆઈજી (LIG) કુટુંબો એવાં કુટુંબો છે જેમની વાર્ષિક આવક ₹3 લાખથી લઈને ₹6 લાખ સુધીની હોય છે. 3) એમઆઈજી કુટુંબો એવા કુટુંબો છે જેમની વાર્ષિક આવક ₹6 લાખથી લઈને ₹9 લાખ સુધીની હોય છે.  

કોને-કોને મળશે આ યોજનાનો લાભ?

6/8
image

જે લોકો પાસે હજુ સુધી કાયમી મકાન નથી તેઓ આ યોજનાના દાયરામાં આવશે. 3 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવનારને EWS કેટેગરીમાં, 3 થી 6 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવનારને LIG કેટેગરીમાં અને 6 થી 9 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવનારને MIG કેટેગરીમાં ગણવામાં આવશે. જો તમારી પાસે યોજના હેઠળ જમીન નથી, તો રાજ્ય સરકાર અથવા કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા તમને એક પ્લોટ પણ આપવામાં આવશે. આ સિવાય ખાનગી પ્રોજેક્ટમાં ઘર ખરીદનારા લોકોને હાઉસિંગ વાઉચર આપવામાં આવશે. આ વખતે રેન્ટલ હાઉસિંગનો પણ સ્કીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં, જો તમે ઘર ખરીદવા અથવા બનાવવા માંગતા નથી, તો તેને ભાડા પર લેવાનો વિકલ્પ પણ હશે. EWS, LIG ​​અને MIG ને આ યોજનાનો લાભ મળશે.

હોમ લોન પર મળશે મોટી સબસિડી

7/8
image

આ ઉપરાંત, યોજના હેઠળ, EWS, LIG ​​અને MIG કેટેગરીમાં આવતા લોકોને 35 લાખ રૂપિયા સુધીના મકાનો માટે 25 લાખ રૂપિયા સુધીની હોમ લોન લેવા પર વ્યાજ સબસિડી આપવામાં આવશે. આ યોજનામાં 5 વર્ષ માટે હપ્તામાં 1.80 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવશે.

ભંડોળ પદ્ધતિ

8/8
image

આઇએસએસ સિવાય વિવિધ વર્ટિકલ્સ હેઠળ મકાન નિર્માણનો ખર્ચ મંત્રાલય, રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ/યુએલબી વચ્ચે વહેંચવામાં આવશે અને ઓળખ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વહેંચવામાં આવશે. પીએમએવાય-યુ 2.0 હેઠળ એએચપી/બીએલસી વર્ટિકલ્સમાં સરકારી સહાય યુનિટ દીઠ ₹2.50 લાખ રહેશે. આ યોજના હેઠળ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોનો હિસ્સો ફરજિયાત રહેશે. વિધાનસભા વિનાના કેન્દ્રશાસિત પ્રદેશો માટે, કેન્દ્ર: રાજ્યની વહેંચણીની પેટર્ન 100:0, કેન્દ્રશાસિત પ્રદેશો માટે વિધાનસભા (દિલ્હી, જમ્મુ અને કાશ્મીર અને પુડુચેરી), ઉત્તર-પૂર્વના રાજ્યો અને હિમાલયના રાજ્યો (હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ) માટે વહેંચણી પેટર્ન 90:10 અને અન્ય રાજ્યો માટે 60:40 હશે.  મકાનોની પરવડે તેવી ક્ષમતા સુધારવા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને યુએલબી લાભાર્થીઓને વધારાની સહાય આપી શકે છે. આઈએસએસ વર્ટિકલ હેઠળ, પાત્ર લાભાર્થીઓને રૂ. 1.80 લાખ સુધીની કેન્દ્રીય સહાય 5-વાર્ષિક હપ્તામાં આપવામાં આવશે.