9 વર્ષમાં આ 8 કામ PM મોદીને બનાવી દેશે 'અમર' : પેઢીઓ યાદ રાખશે

PM Narendra Modi: 16 મે અને 2014 આ એ દિવસ જ્યારે મોદીની મહેનત રંગ લાવી હતી અને દેશમાં બદલાવની શરૂઆત થઈ હતી. ભાજપ વન-વે વિજેતા બનીને ઉભરી આવ્યું હતું અને કોંગ્રેસના સૂપડાં સાફ કરી દીધા હતા. હજુ પણ આ ચૂંટણીની કોંગ્રેસને કળ વળી નથી. રાહુલ ગાંધી અને વિપક્ષોને ભેગા મળીને પણ મોદીનો તોડ મળ્યો નથી. અહીં આપણે ભાજપ કે મોદીની વાહવાહી કરતા નથી પણ મોદીના પીએમ બન્યા બાદ એવા નિર્ણયોની વાત કરી રહ્યાં છે જે નિર્ણયો મોદી સત્તામાં હશે કે નહીં પણ ઇતિહાસમાં નોંધ લેવડાવશે કે એક 56ની છાતી ધરાવતો એવો પીએમ હતો જેના નિર્ણયોએ દેશમાં નવા સીમાચિહન બનાવ્યા છે. એક કે બે નહીં પણ પીએમ મોદીની 9 વર્ષની સરકારમાં એવા 9 નિર્ણયો છે જેમાં રાજનીતિને બાજુમાં રાખીએ તો તમને પણ ગર્વ થશે કે ખરેખર મોદીએ એક નવો ચીલો ચાતર્યો છે. જેને પેઢીઓ યાદ રાખશે.   

નવી સંસદ ભવન

1/8
image

પીએમ નરેન્દ્ર મોદીના કાર્યકાળની સૌથી મોટી ઉપલબ્ધિ માનવામાં આવશે. સંસદનું નવું ભવન તૈયાર છે. એવું માનવામાં આવે છે કે મેના અંતમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જે દાયકાઓ સુધી મોદીની દૂરંદેશીની યાદ અપાવશે.

રામ મંદિર પર સુપ્રીમનો ચુકાદો

2/8
image

રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અયોધ્યામાં મંદિર નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. જાન્યુઆરી 2024 સુધીમાં મંદિર તૈયાર થઈ જશે. આ મંદિર જ્યાં સુધી લોકો યાદ રાખશે ત્યાં સુધી પીએમ મોદીને યાદ રાખશે.   

કલમ 370 સમાપ્ત

3/8
image

ભાજપના ચૂંટણી ઢંઢેરામાં આ મુખ્ય મુદ્દો હતો. પીએમ મોદીએ તેમના બીજા કાર્યકાળમાં જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરી હતી. જેને લઈને આજે પણ પાકિસ્તાનને મરચાં લાગી રહ્યાં છે. આ મોદી સરકાર જ કરી શકી હોત કારણ કે વૈશ્વિક બાબતોને કોરાણે મૂકીને મોદીએ 370 નાબૂદી જેવો ઐતિહાસિક દેશહિતમાં નિર્ણય લીધો હતો. જેને મોદી સરકારની સૌથી મોટી ઉપલબ્ધી ગણાય છે.

કોવિડ રસીકરણ

4/8
image

કોરોના મહામારી દરમિયાન મોદી સરકારે જે રીતે સમગ્ર દેશમાં રસીકરણ કાર્યક્રમ ચલાવ્યો હતો, તેના સમગ્ર વિશ્વમાં વખાણ થયા હતા. સરકારે કોરોના મહામારીમાં સમગ્ર વિશ્વમાં રસીકરણ મામલે એવી કામગીરી કરી હતી કે WHOએ પણ રસીકરણના કાર્યક્રમના વખાણ કરવા પડ્યા હતા. 

વંદે ભારત ટ્રેન

5/8
image

પીએમ નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતે મુસાફરીનો સમય ઘટાડી દીધો છે. અત્યાર સુધીમાં દેશભરમાં 15 વંદે ભારત ટ્રેન દોડી છે. રેલવેના નવીનીકરણમાં આ સૌથી મોટી ઉપલબ્ધી છે. મોદી 2024 પહેલાં બુલેટ ટ્રેન ના લાવી શક્યા તો તેમણે વંદેભારત પર જુગાર ખેલ્યો જે સફળ પણ રહ્યો છે. હવે બુલેટ ટ્રેન પણ 2026 સુધી ગુજરાતમાં દોડાવવાનો લક્ષ્યાંક છે. 

બાલાકોટ એર સ્ટ્રાઈક

6/8
image

પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં ઘુસીને એર સ્ટ્રાઈક કરી હતી. આ સ્ટ્રાઈકમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ મોદી શાસનમાં જ થઈ શકે એવું ઘણા નિષ્ણાતો કહી ચૂક્યા છે કારણ કે પાકિસ્તાન કે ચીનના ડર વિના ભારતે ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. જેના પગલે ભારતીય સેના આજે પણ ગર્વ લઈ શકે છે. 

ટ્રિપલ તલાક નાબૂદી

7/8
image

અનેક વિરોધોને અવગણીને મોદી સરકારે ટ્રીપલ તલાકને નાબૂદ કરીને કાયદો ઘડ્યો હતો. હવે ત્રણ વખત ફક્ત તલાક બોલીને પત્નીને ત્યજી દેવાની પ્રથા હવે અપરાધ ગણાય છે. 

મેક ઇન ઇન્ડિયા

8/8
image

મોદી સરકારે ચીન અને અન્ય દેશો સાથે સ્પર્ધા કરવા માટે સ્વદેશી બનાવટની ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ શરૂ કર્યો હતો. જે મામલે આજે પણ મેક ઈન ઇન્ડિયાનો કોઈ તોડ નથી. હા કેટલીક વિદેશી વસ્તુઓની આયાત વિના છૂટકો નથી આમ છતાં મોદી સરકારે આ સ્લોગન હેઠળ ઘણી બધી નિર્ભરતાને ઓછી કરી દીધી છે.