સરહદ પર ઘાયલ થયેલા સૈનિકોને મળવા પહોંચ્યા PM મોદી, જુઓ તસવીરો...

15 જૂનના પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન સૈનિકોની વચ્ચે લોહીયાળ સંઘર્ષ થયો હતો. આ સંઘર્ષમાં ભારતના 10 જવાન શહીદ થયા હતા, જ્યારે ચીનને પણ ભારે નુકસાન થયું છે.

નવી દિલ્હી: ચીન સાથે સીમા પર ચાલી રહેલા તણાવની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શુક્રવારના અચનાક લેહની મુલાકાત લીધી. ત્યારબાદ પીએમ મોદીએ 15 જૂનના ગલવાન ખીણમાં ચીનના સૈનિકોની સાથે સંઘષ બાદ ઘાયલ થયેલા સૈનિકોને મળ્યા હતા. ઘાયલ જવાનોને મળ્યા પહોંચેલા પીએમ મોદીએ કહ્યું, જે જવાન આપણી વચ્ચે નથી તે ઘણા બહાદુર હતા. તેમણે સણસણતો જવા આપ્યો છે. તમે લોકોનું લોહી હમેશાં યુવાઓને પ્રેરિત કરતું રહેશે.

1/4
image

પૂર્વ લદ્દાખમાં ભારતીય અને ચીન સૈનિકોની વચ્ચે લોહિયાળ સંઘષના થોડા દિવસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રમુખ રક્ષા અધ્યક્ષ જનરલ બિપિન રાવતની સાથે શુક્રવારના લેહ પહોંચ્યા હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીમા પર પરિસ્થિતિનું નિરિક્ષણ કરવાની સાથે ભારતીય સેનાની તૈયારીઓની પણ જાણકારી મેળવી હતી.

2/4
image

પીએમ મોદીએ લેહમાં જવાનોને સંબોધન કરતા કહ્યું કે, હાલમાં ગલવાન ખીણમાં તમે જે વીરતા દેખાડી, તેને સમગ્ર દુનિયામાં ભારતની શક્તિને દેખાડી છે. તેમણે કહ્યું કે, તમારુ સમર્પણ અતુલનીય છે, આ મુશ્કેલી ભરી પરિસ્થિતિમાં પણ આ ઉંચાઇમાં ભારત માતાની ઢાલ બની તમે તેની સેવા, રક્ષા કરો છો. તેની સરખામણી સમગ્ર વિશ્વમાં કોઈ નથી કરી શકતું. તમારું સાહસ તે ઉંચાઇથી પણ વધારે છે. ત્યાં તમે તૈનાત છો. તમારી છાતી આ ખીણથી પણ વધુ સખત છે, જેને તમે તમારા પગલાંથી દરરોજ માપો છો. 

3/4
image

તમારી ભાવનાઓ પર્વતોથી પણ અટલ છે. ત્યારબાદ પીએમ મોદીએ 15 જૂનના ગલવાન ખીણમાં ચીનના સૈનિકોની સાથે સંઘષ બાદ ઘાયલ થયેલા સૈનિકોને મળ્યા હતા. ઘાયલ જવાનોને મળ્યા પહોંચેલા પીએમ મોદીએ કહ્યું, જે જવાન આપણી વચ્ચે નથી તે ઘણા બહાદુર હતા. તેમણે સણસણતો જવા આપ્યો છે. તમે લોકોનું લોહી હમેશાં યુવાઓને પ્રેરિત કરતું રહેશે.

4/4
image

તમને જણાવી દઇએ કે, 15 જૂનના પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન સૈનિકોની વચ્ચે લોહીયાળ સંઘર્ષ થયો હતો. આ સંઘર્ષમાં ભારતના 10 જવાન શહીદ થયા હતા, જ્યારે ચીનને પણ ભારે નુકસાન થયું છે. આ સંઘર્ષ બાદથી ચીન અને ભારત વચ્ચે તણાવ વધી ગયો છે.