આ ખેલાડીઓ પર તૂટ્યો દુ:ખોનો પહાડ, કોરોનાને કારણે ગુમાવ્યા પરિવારના સભ્યો

કોરોના વાયરસની (Coronavirus) બીજી લહેરે ભારત પર તબાહી મચાવી દીધી છે. આ મહામારીને કારણે દરરોજ 3 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે, જ્યારે હજારો લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે. આ દરમિયાન ભારતના ઘણા ક્રિકેટ ખેલાડીઓ પણ તેમના પરિવારના સભ્યને ગુમાવી ચૂક્યા છે. ચેતન સાકરીયા, વેદ કૃષ્ણમૂર્તિ અને ઘણા વધુ ખેલાડીઓએ તેમના ઘરના લોકો ગુમાવ્યા છે.

નવી દિલ્હી: કોરોના વાયરસની (Coronavirus) બીજી લહેરે ભારત પર તબાહી મચાવી દીધી છે. આ મહામારીને કારણે દરરોજ 3 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે, જ્યારે હજારો લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે. આ દરમિયાન ભારતના ઘણા ક્રિકેટ ખેલાડીઓ પણ તેમના પરિવારના સભ્યને ગુમાવી ચૂક્યા છે. ચેતન સાકરીયા, વેદ કૃષ્ણમૂર્તિ અને ઘણા વધુ ખેલાડીઓએ તેમના ઘરના લોકો ગુમાવ્યા છે.

વેદ કૃષ્ણમૂર્તિ

1/4
image

ભારતીય મહિલા ટીમની સ્ટાર વેદ કૃષ્ણમૂર્તિ (Veda Krishnamurthy) પર આ દિવસોમાં દુ:ખનો પહાળ તૂટી પડ્યો છે. વેદની માતા અને બહેનને કોરોના વાયરસથી સંક્રમિત હતા, જેના બાદ તાજેતરમાં જ બંનેનું મોત નીપજ્યું હતું.

પિયુષ ચાવલા

2/4
image

પિયુષ ચાવલાના (Piyush Chawla) પિતાને પણ કોરોના વાયરસના (Coronavirus) કારણે આ દુનિયાથી અલવિદા કહેવું પડ્યું છે. અનુભવી ભારતીય લેગ સ્પિનર ​​ચાવલાએ કોવિડ-19 માંથી તેના પિતા પ્રમોદકુમાર ચાવલાને ગુમાવ્યો હતો. તેણે આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ખરાબ સમાચાર આપ્યા છે.

ચેતન સાકરીયા

3/4
image

રાજસ્થાન રોયલ્સના યુવા ફાસ્ટ બોલર ચેતન સાકરીયાના (Chetan Sakariya) પરિવારને પણ કોરોના વાયરસનો શિકાર બનવું પડ્યું હતું. કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ ચેતનનાં પિતાનું અવસાન થયું હતું. તે 42 વર્ષનો હતો. ચેતનને તેના પિતા દ્વારા ઓટો રિક્ષા ચલાવીને ખેલાડી બનાવવામાં આવ્યો હતો.

ચેતન ચૌહાણ

4/4
image

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન ચેતન ચૌહાણનું (Chetan Chauhan) પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ અવસાન થયું હતું. તેઓ 73 વર્ષના હતા. તબિયત લથડતાં તેમને ગુરુગ્રામની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે પછી તેમનું મોત નીપજ્યું હતું.