આ છે 2019ની Miss India 2019, એકથી એક હોંશ ઉડાવી દેતી તસવીરો જોવા કરો ક્લિક

હાલમાં રાજસ્થાનની 23 વર્ષની સુમન રાવને ફેમિના મિસ ઇન્ડિયા 2019ના ખિતાબથી નવાજવામાં આવી છે. હવે તે થાઇલેન્ડમાં યોજાનારી મિસ વર્લ્ડ 2019માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સુમન સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ છે અને નિયમિત રીતે પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેયર કરે છે. જાણો તેના જીવનની ખાસ વાતો...

1/8
image

સુમન 23 વર્ષની છે અને તેનો જન્મ 23 નવેમ્બર, 1996ના દિવસે થયો હતો. 

2/8
image

મીડિયા રિપોર્ટ પ્રમાણે સુમન રમત રમવામાં પણ અવ્વલ છે અને બાસ્કેટ બોલ તેની ફેવરિટ ગેમ છે. 

3/8
image

મિસ ઇન્ડિયા બનતા પહેલાં સુમન રાવ નવી મુંબઈ, 2018 2018માં ફર્સ્ટ રનર અપ રહી ચુકી છે. 

4/8
image

મુંબઈના સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમમાં આયોજિત મિસ ઇન્ડિયા પ્રતિયોગિતામાં એક્ટ્રેસ હુમા કુરેશી, ચિંત્રગંદા સિંહ, રેમો ડિસૂજા, વિક્કી કૌશલ અને આયુષ શર્મા, મિસ વર્લ્ડ 2018 વેનેસા પોસે, શહાને પિકોક, મુકેશ છાબરા હાજર રહ્યા હતા.

5/8
image

આ સ્પર્ધામાં તેલંગાનાની સંજના વિજ ફર્સ્ટ રનર અપ રહી હતી. બિહારની શ્રેયા શંકરે મિસ ઈન્ડિયા યૂનાઇટેડ કોન્ટિનેન્ટ 2019નો ખિતાબ જીત્યો હતો. છત્તીસગઢની શિવાની જાધવે મિસ ગ્રેન્ડ ઈન્ડિયા 2019નો ખિતાબ જીત્યો. ફેમિના મિસ ઈન્ડિયા 2019 પ્રતિયોગિતામાં 30 કન્ટેસ્ટન્ટે ભાગ લીધો હતો. 

6/8
image

સુંદરતા અને ટેલેન્ટથી ભરેલી આ સાંજને કરણ જોહર, મનીષ પોલ અને પૂર્વ મિસ વર્લ્ડ અને મિસ ઈન્ડિયા માનુષી છિલ્લરે હોસ્ટ કરી હતી. 

7/8
image

સુમન જીવનમાં પોતાના માતા-પિતાથી ખૂબ જ પ્રભાવિત છે. સુમન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની તૈયારી કરી રહી હતી. સુમને આ ખિતાબ જીતીને પોતાનું સપનું સાચું કર્યું છે. 

8/8
image

સુમનનું કહેવું છે કે તે જિંદગીમાં તે એવા કામ કરવાની પણ હિંમત રાખે છે જેને લોકો અશક્ય માને છે. મિસ ઈન્ડિયા ખિતાબ જીતનારી સુમન કહે છે કે તેના માટે આ સૌથી મોટી ઉપલબ્ધિ છે.