‘વૃક્ષોમાં પણ જીવન છે’, એ સાબિત કરનાર ભારતીય વૈજ્ઞાનિક પાઉન્ડ પર ચમકી ઉઠશે

વૃક્ષો-છોડમાં વ્યક્તિ જેવું જ જીવન હોય છે તેવી શોધ કરનારા ભારતીય વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોસ બ્રિટનના 50 પાઉન્ડની નવી નોટ પર છપાઈ શકે છે. બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા 2020ના વર્ષથી છપાનાર નવી નોટો પર કોઈ વૈજ્ઞાનિકની તસવીર લગાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. બોસ એ સેંકડો વૈજ્ઞાનિકોમાંથી એક છે, જેમને આ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. 

કોણ કોણ છે લિસ્ટમાં

1/3
image

સંભવિત વૈજ્ઞાનિકોના લિસ્ટમાં તાજેતરમાં જ નિધન થયેલા મહાન વૈજ્ઞાનિક સ્ટીફ હોકિંગ્સનુ નામ પણ સામેલ છે. આ લિસ્ટમાં બ્રિટનના પૂર્વ વડાપ્રધાન માર્ગરેટ થેચરનું નામ પણ છે. થેચર વડાપ્રધાન બનતા પહેલા એક રસાયણશાસ્ત્રી રહી ચૂક્યા છે. બેંકના સંભવિત લિસ્ટમા કમ્પ્યૂટર વૈજ્ઞાનિક એલન ટ્યુરિંગ, એડા લવલેસ, ટેલિફોનના શોધક ગ્રેહામ બેલ, ખગોળશાસ્ત્રી પેટ્રિક મૂર, પેનિસિલિનના શોધક એલેક્ઝાંડર ફ્લેમિંગના નામ પણ સામેલ છે.

સ્ટીફન હોકિંગ્સ પહેલી પસંદગી 

2/3
image

બોસ અમેરિકન પેટન્ટ મેળવનાર પહેલા ભારતીય વૈજ્ઞાનિક હતા. બેંક ઓફ ઈંગ્લેન્ડના જણાવ્યા અનુસાર, નામાંકન મોકલવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર છે, જેના બાદ અંતિમ નામ નક્કીન કરવામાં આવશે. બ્રિટિશ બુકમેકર વિલિયમ હિલના જણાવ્યા અનુસાર, આ દોડમાં હાલ સ્ટીફન હોકિંગ્સ સૌની પહેલી પંસદગી છે.

જાણો કોણ હતા જગદીશ ચંદ્ર બોસ

3/3
image

પ્રસિદ્ધ ભૌતિકવિદ જગદીશ ચંદ્ર બોસનો જન્મ 30 નવેમ્બર, 1858માં બંગાળના મેમનસિંહ ગામમાં થયો હતો. તેમણે અલગ અલગ વિષયો પર પુસ્તકો લખ્યા છે. ભૌતિક શાસ્ત્રમાં બીએની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ બોસ ચિકિત્સાના અભ્યાસ માટે લંડન ગયા હતા. જોકે, ખરાબ હેલ્થને કારણે તેમણે આ અભ્યાસ અધૂરો મૂક્યો હતો. તેના બાદ તેમણે કેમ્બ્રિજના ક્રાઈસ્ટ મહાવિદ્યાલયમાંથી બીએની ડિગ્રી મેળવી. બોસે અનેક મહત્વપૂર્ણ શોધ કર્યા છે. જેમાં પ્લાન્ટ્સમાં જીવનની શોધ, રેડિયો અને સૂક્ષ્મ તરંગો પર રિસર્ચ વગેરે સામેલ છે. બ્રિટિશ સરકારે 1917માં બોસની વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓને જોતા તેમને નાઈટની ઉપાધિ આપી હતી.