PHOTOS: અનોખા લગ્ન, અગ્નિને નહીં પરંતુ 'આ' વસ્તુને સાક્ષી માનીને ફેરા ફર્યા, એકમેકના થયા

29 ફેબ્રુઆરીએ બંનેએ થાઈલેન્ડમાં આવેલા બૌદ્ધ વિહારમાં બંધારણની કોપીને હાથમા રાખીને એકબીજા સાથે લગ્ન કર્યાં. 

સામાન્ય રીતે લગ્નમાં દુલ્હા અને દુલ્હન અગ્નિને સાક્ષી માનીને સાત ફેરા ફરે છે. આ બધા વચ્ચે એક અનોખા લગ્ન ચર્ચાનો વિષય બન્યો છે. હકીકતમાં એક નવપરણિત કપલે એકબીજાનો સાથ નિભાવવા માટે સાત વચનો એક અલગ અંદાજમાં લીધા. 

બંધારણના લીધા શપથ

1/6
image

આ અનોખા લગ્નમાં એક ટ્રેઈની ડેપ્યુટી કલેક્ટરે અગ્નિને સાક્ષી માનવાની જગ્યાએ બંધારણની કોપીના સોગંધ ખાઈને જીવનસાથી સાથે જીવન વિતાવવાના પ્રણ લીધા. 

બૈતૂલમાં ટ્રેઈની ડેપ્યુટી કલેક્ટર છે નિશા બાંગરે

2/6
image

સાત ફેરા લઈને એકબીજાનું થવું એ તો સામાન્ય વાત છે. પરંતુ મધ્ય પ્રદેશના બૈતૂલમાં ટ્રેઈની ડેપ્યુટી કલેક્ટરે ગણતંત્ર દિવસ પર બંધારણને સાક્ષી માનીને લગ્ન કર્યાં.

ગત સાત એપ્રિલે બની ટ્રેઈની ડેપ્યુટી કલેક્ટર

3/6
image

નિશા ગત સાત એપ્રિલે ટ્રેઈની ડેપ્યુટી કલેક્ટર તરીકે કાર્યરત થઈ હતી. 

બેંકોકમાં 26 જાન્યુઆરીના રોજ કર્યા લગ્ન

4/6
image

નિશાના લગ્ન દિલ્હીમાં એક મલ્ટીનેશનલ  કંપનીમાં કામ કરતા સુરેશ અગ્રવાલ સાથે થયાં. 26 જાન્યુઆરીના રોજ બંનેએ થાઈલેન્ડમાં આવેલા બૌદ્ધ વિહારમાં બંધારણની કોપીને હાથમાં રાખીને એકબીજા સાથે લગ્ન કર્યાં. 

હરિયાણાના ગુરુગ્રામમાં પણ બંધારણને સાક્ષી માનીને લગ્ન કર્યા

5/6
image

દેશ પાછા ફરીને તેમણે હરિયાણાના ગુરુગ્રામમાં પણ બંધારણને સાક્ષી માનીને લગ્ન કર્યાં.  ત્યારબાદ રજિસ્ટર્ડ લગ્ન કર્યાં. ડેપ્યુટી કલેક્ટર નિશા બાંગરે જણાવ્યું કે બાળપણથી ભારતના બંધારણ પ્રત્યે તેને ખુબ આસ્થા અને અતૂટ વિશ્વાસ છે. 

દુનિયાનું ઉત્તમ બંધારણ ભારતનું છે

6/6
image

નિશાનું માનવું છે કે ભારતનું બંધારણ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ છે. જે અનેકતામાં એક્તાનો સંદેશ આપવાની સાથે જ તમામ વર્ગોના મૌલિક અધિકારોને અખંડ રાખે છે. દેશને એકસૂત્રમાં બાંધવાનું કામ પણ બંધારણ કરે છે.