Inside Photos: બેંગ્લુરુ રિસેપ્શનમાં રોયલ લૂકમાં જોવા મળ્યાં 'દીપવીર', રણવીરે સાસરિયાઓના મન મોહી લીધા

સોશિયલ મીડિયાથી લઈને અહેવાલો સુધી ઠેર ઠેર દીપિકા અને રણવીરના લગ્ન તથા રિસેપ્શન ચર્ચામાં છે. ઈટાલીમાં લગ્ન બાદ બેંગ્લુરુમાં દીપિકાના માતા પિતાએ રિસેપ્શન પાર્ટી રાખી જેમાં રણવીરના પરિવાર અને મિત્રો પણ સામેલ થયાં.

 દીપિકા પીયરના રિતી રિવાજ મુજબ કોંકણી લૂકમાં જોવા મળી જ્યારે રણવીર દીપિકાની ગોલ્ડન સાડીની સાથે બ્લેક શેરવાની સાથે મેચિંગ કરતો જોવા મળ્યો. લગ્નના લૂકની જેમ આ વખતે રિસેપ્શનના ડ્રેસને લઈને પણ સબ્યસાચી મુખર્જી ચર્ચામાં રહ્યાં જેમણે તૈયાર કર્યા હતાં. 
 

1/10
image

રિસેપ્શનનો પહેલો ફોટો દીપિકા અને રણવીરે પોતે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો. ત્યારબાદ બંનેના ફેનપેજથી લઈને નજીકના લોકોએ ફોટોઝ અને વીડિયો શેર કરવાના શરૂ કરી દીધા. 

2/10
image

દીપિકા ખુબ જ સુંદર ગોલ્ડન સાડી અને લીલા રંગના દાગીનામાં સજેલી જોવા મળી. જ્યારે  રણવીર સિંહ બ્લેક શેરવાનીમાં જોવા મળ્યો. દીપિકા અને રણવીરના લગ્નનું રિસેપ્શન બેંગ્લુરુની હોટલ ધ લીલામાં રાખવામાં આવ્યું હતું. 

3/10
image

મુંબઈમાં આ જોડીનું રિસેપ્શન પહેલી ડિસેમ્બરે થવાનું છે. હોટલ ગ્રાન્ડ હયાતમાં રિસેપ્શન થશે.

4/10
image

બેંગ્લુરુમાં રિસેપ્શનની પહેલા જ દીપિકા અને રણવીરે પોતાના કોંકણી અને સિંધી લગ્નથી લઈને મહેંદી સુધીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને ફેન્સને મજા કરાવી દીધી. આ તસવીરોમાં પણ આ જોડી ખુબ જ સુંદર લાગી રહી છે. 

5/10
image

રિસેપ્શનમાંથી મોડી રાત સુધી આવેલી તસવીરો અને વીડિયોના કારણે ઈન્ટરનેટ પર ધૂમ મચી ગઈ. એક વીડિયો એવો પણ આવ્યો જેમાં રણવીર પત્નીની સાડીનો પલ્લુ ઠીક કરી રહ્યો છે. 

6/10
image

રિસેપ્શનના અનેક વીડિયો સામે આવ્યાં. રણવીર પાગલ દીવાનાની જેમ પત્ની દીપિકાને જોતો જ રહી ગયો. રણવીરે પોતાની આવી ક્યુટ હરકતોથી સાસરીયાના મન પણ જીતી લીધા. 

7/10
image

રણવીર અને દીપિકાના લગ્ન 14-15 નવેમ્બરના રોજ ઈટાલીના લેક કોમોમાં થયા હતાં. કોંકણી અને સિંધી એમ બંને રિતી રિવાજથી લગ્ન થયાં. લગ્નની પહેલી તસવીરો દીપિકા અને રણવીરે જ શેર કરી હતી.

8/10
image

ઈન્ટરનેટ ફ્રી ઝોનમાં થયેલા લગ્નમાં મોબાઈલ ફોન લઈ જવા અને ફોટો ક્લિક કરવા પર પ્રતિબંધ રખાયો હતો. તમામ મહેમાનોના ફોન જમા કરી લેવાયા હતાં.

9/10
image

કોંકણી અને સિંધી એમ બંને રિતી રિવાજથી થયેલા લગ્નમાં દીપિકાનો લૂક ખુબ જ સુંદર લાગી રહ્યો હતો. 

10/10
image

દીપિકા અને રણવીરના લગ્નમાં બંનેએ ગેસ્ટને ભેંટની જગ્યાએ કોઈ એવો ઉપહાર આપવાની વિનંતી કરી કે તેના કારણે અન્યના મોં પર ખુશી આવે. બંનેએ તમામ ભેટ દીપિકાની એનજીઓને આપવાનું કહ્યું અને આ સંદેશ તેમના વેડિંગ કાર્ડ પર મૂકાયો હતો. (તસવીરો સાભાર- @deepikapadukone/ @viralbhayani/ @deepveerkishaadi)