Petrol Price: મોંઘુ પેટ્રોલ ડીઝલ ભૂલી જશો હવે...આ 6 પ્રકારના ફ્યૂલ દોડાવશે તમારી ગાડીઓ સટાસટ
આજે અમે તમને કેટલાક એવા વિકલ્પો જણાવી રહ્યા છીએ જે વધતી મોંઘવારીમાં તમારા ખિસ્સા પર ઓછો બોજો નાખશે.
Petrol Diesel Price: પેટ્રોલ ડીઝલના વધતા ભાવના કારણે સામાન્ય માણસના ખિસ્સા પર ભારે બોજો પડી રહ્યો છે. જો કે આજે સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા. ગત શનિવારે ડીઝલના ભાવમાં 15થી 16 પૈસાનો વધારો થયો હતો. પેટ્રોલના ભાવ 24થી 25 પૈસા સુધી વધ્યા હતા. જો કે આગામી દિવસોમાં પેટ્રોલના ભાવ 100 પ્રતિ લીટર થાય તેવી આશંકાને પગલે હવે પેટ્રોલ ડીઝલની અવેજીમાં શું વાપરી શકાય? તો આજે અમે તમને કેટલાક એવા વિકલ્પો જણાવી રહ્યા છીએ જે વધતી મોંઘવારીમાં તમારા ખિસ્સા પર ઓછો બોજો નાખશે. જો ભાવ ઓછા થઈ રહ્યા નથી તો આ સમસ્યાના સમાધાન માટે એક જ ઉપાય છે કે તેના બીજા વિકલ્પને અજમાવવામાં આવે.
બાયોડીઝલ
બાયોડીઝલ એક પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત છે, જે વનસ્પતિ તેલ તેમજ પ્રાણીઓની ચરબીમાંથી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે બાયોડીઝલ, રતનજ્યોત, મહૂડો, સોયાબીન, સરસવ, સૂર્યમુખી, રસોઈમાં વપરાશમાં લીધેલ તેલ, તૈલી વૃક્ષો, પ્રાણીઓની ચરબી અને બિનઉપયોગી તેલ તેમજ કેટલીક શેવાળમાંથી બનાવવામાં આવે છે.
ઈલેક્ટ્રિસિટી
બેટરીથી ચાલતા વાહન, જે વીજળીથી ચાર્જ થાય છે.
હાઈડ્રોજન
હાઈડ્રોજન ઈંધણને પાણી, હાઈડ્રોકાર્બન કે બીજા કાર્બનિક પદાર્થોથી કાઢવામાં આવે છે.
નેચરલ ગેસ
આ હાઈડ્રોકાર્બન એક ગંધરહિત મિશ્રણ છે, જેમાં મોટાભાગે મીથેન છે.
પ્રોપેન
પ્રોપેન કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, સ્વચ્છ બળનારો અને હાઈ એનર્જીવાળો હોય છે.
ઈથેનોલ
પ્લાન્ટ મટિરિયલથી બનનારું રિન્યૂબલ ફ્યૂલ. ગેસથી ચાલનારા વાહનોનો પણ હિસ્સો.
Trending Photos