Paytm થી કોઈ અજાણી વ્યક્તિને કર્યા છે પૈસા ટ્રાન્સફર! જાણો કઈ રીતે મેળવી શકો છો પાછા
પેટીએમમાંથી (Paytm) ઓનલાઇન મની ટ્રાન્સફર સમયે (Online Money Transfer) ઘણીવાર લોકો ઉતાવળમાં ભૂલો કરે છે, જેના કારણે પૈસા અજાણ્યા વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે. પરંતુ તે પછી તેઓ ચિંતા કરે છે કે હવે તે પૈસા પાછા કેવી રીતે મળશે. જો તમે આવી ભૂલ કરી છે અને તમે ખોટા ખાતામાં પૈસા મોકલ્યા છે, તો ચિંતા કરશો નહીં કારણ કે તમે તમારા પૈસા પાછા મેળવી શકો છો.
Paytm ના નિયમો શું કહે છે
પેટીએમની ગાઇડલાઇન મુજબ જો કોઈ વ્યક્તિ આકસ્મિક રીતે કોઈ અજાણ્યા વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરે છે, તો કંપની પૈસા પાછા મેળવવા માટે સીધી મદદ કરી શકશે નહીં. કારણ કે કોઈપણ ગ્રાહકના ખાતામાંથી તેની ઇચ્છા વિના પૈસા ઉપાડવું એ નીતિ અને કાયદાની વિરુદ્ધ છે. પરંતુ આ પ્રકારની પરિસ્થિતિમાં ફસાયેલા લોકોને બહાર નીકળવા માટે, કંપનીએ નવા નિયમો બનાવ્યા છે, જે ઇનડાયરેક્ટલી પૈસા મેળવવામાં મદદ કરે છે.
પુરાવા બતાવીને પાછા માંગો પૈસા
પેટીએમનું કહેવું છે કે, ભૂલથી ટ્રાન્જેક્શન થવા પર ગ્રાહક ફોન દ્વારા તે વ્યક્તિ સાથે વાત કરી પૈસા પરત મંગાવવાનો પ્રયત્ન કરી શકે છે. જો પૈસા મેળવનાર કોઇ કંપની છે તો તમે તેમની સાથે વાત કરી પીટીએમ દ્વારા મોકલવામાં આવેલા ટ્રાન્જેક્શનના પુરાવા બતાવી શકો છો. જો કે, આ પૈસા કોઈ વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર થયા છે તો તમે તે બેંકથી સંપર્ક કરી તે વ્યક્તિની જાણખારી મેળવી શકો છો. જેના ખાતામાં પૈસા ગયા છે.
અહીં નોંધાવી શકો છે ફરિયાદ
આવી સ્થિતિમાં, જો તમે તે વ્યક્તિને શોધવામાં અસમર્થ છો, તો પછી તમે પેટીએમ કસ્ટમર કેરમાં ફરિયાદ નોંધાવીને તે વ્યક્તિની માહિતી લઈ શકો છો. તે પછી પણ જો તે વ્યક્તિ પૈસા આપવાનો ઇનકાર કરે છે, તો પછી તમે વ્યવહારના બધા પુરાવા સાથે કાનૂની કાર્યવાહી પણ કરી શકો છો.
મંજૂરી મળવા પર પેટીએમ કરશે મદદ
પેટીએમએ સ્પષ્ટ કર્યું છે કે આવા વ્યવહારમાં તમામ મધ્યમ પક્ષો મદદ કરવા માટે તૈયાર છે, જો કે આ તે ત્યારે જ થઈ શકે છે જ્યારે પૈસા પ્રાપ્તકર્તા પૈસા પાછા આપવાની મંજૂરી આપે.
ધ્યાન આપો! શું છે પેટીએમની સલાહ
પેટીએમ પૈસા ટ્રાન્સફર કરવામાં સાવચેત રહેવાની સલાહ આપે છે. કંપનીનું કહેવું છે કે જો તમે કોઈને મોટી રકમ મોકલવાના છો, તો પહેલા ખૂબ ઓછી રકમ મોકલીને ભરેલી માહિતીની ખાતરી કરો. તે પછી જ મોટી રકમ મોકલો. આ સિવાય, નવા ટ્રાન્ઝેક્શન સમયે પણ, માહિતીને ક્રોસચેક કરવાની ખાતરી કરો.
લોકડાઉનમાં અનેકગણા વધ્યા યુઝર્સ
તમને જણાવી દઈએ કે કોવિડ-19 મહામારી દરમિયાન લોકોએ મોબાઈલ વોલેટનો જોરદાર ઉપયોગ કર્યો છે. લોકડાઉનમાં પેટીએમના યુઝર્સની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે. છેલ્લા લગભગ 6 વર્ષથી પેટીએમ લોકોની પસંદ છે. આ જ કારણ છે કે આ સમયે કંપની 22 હજાર કરોડ રૂપિયાના IPO ઉભા કરવાની તૈયારી કરી રહી છે.
Trending Photos