Papaya Seeds Benefits: પપૈયાના બીજથી થશે આ 3 બીમારીઓનો રામબાણ ઈલાજ! બસ આ રીતે કરો સેવન
Papaya Seeds Benefits: આપણે હંમેશા કે ક્યારેક ડોક્ટરની સલાહથી પપૈયા ખાઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે પપૈયાના બીજ ઘણી બીમારીઓનો રામબાણ ઈલાજ છે. આજે અમે તમને ત્રણ મોટી સમસ્યા અને તેના બચાવ માટે પપૈયાના બીજના સેવનની સારી રીત જણાવીશું.
Papaya Seeds Benefits
Papaya Seeds Benefits: લોકો પપૈયું ખાધા બાદ તેના બીને ફેંકી દેતા હોય છે. પરંતુ પપૈયાના બીજમાં ઘણા પોષક તત્વો હોય છે, જે પાચન સાથે જોડાયેલી સમસ્યામાં મદદરૂપ છે. આજે અમે તેના ફાયદા વિશે જણાવીશું.
પપૈયાના બીજમાં હોય છે આ તત્વો
પપૈયાના બીજમાં 70 ગ્રામ કેલરી, 0 ગ્રામ ચરબી, 10 મિલિગ્રામ સોડિયમ, 19 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ, 2 ગ્રામ ડાયેટરી ફાઈબર અને 9 ગ્રામ શુગર હોય છે. એટલું જ નહીં, તેમાં વિટામિન A, C અને E ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેમાં કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ પણ હોય છે. જે 3 મુખ્ય સમસ્યાઓ માટે કામ કરે છે જે સામાન્ય રીતે પેટની ચરબી, લીવરની સમસ્યાઓ, પાચનની સમસ્યાઓ થાય છે.
સેવનની રીત
પપૈયાના બીજનું સેવન કરવા માટે લોકો ઘણી રીત અપનાવે છે. ઘણા લોકો તેનો સૂપ કે સલાડમાં મિક્સ કરીને ઉપયોગ કરે છે. તો કોઈ તેનો પાઉડર બનાવીને ઉપયોગ કરે છે. તમે બંનેમાંથી કોઈ એક રીત અપનાવી શકો છો. પાઉડરના રૂપમાં સેવન કરતા પહેલા ધ્યાન રાખો કે તેની માત્ર માત્ર 5-8 ગ્રામ જ રાખો.
પેટની ચરબી માટે પપૈયાના બીજ
પેટની ચરબી માટે પપૈયાના બીજ ખુબ લાભકારી છે. તેમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ, મિનરલ્સ શરીરને તાકાત આપે છે. તો ઝીરો ફેટ હોવાને કારણે વજન પર તેની અસર પડતી નથી. કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પણ પપૈયા ફાયદાકારક છે.
લીવર માટે લાભકારી
પપૈયાના બીજનું લીવરના સ્વાસ્થ્ય માટે સેવન કરવામાં આવે છે. તેમાં લિવર સિરોસિસ સામે લડનારા તત્વો હોય છે. તેનાથી લીવરમાં સારી અસર જોવા મળે છે. તમારે તેનું નિયમિત સેવન કરવું જોઈએ.
પાચનમાં જાદૂઈ સુધાર
પપૈયાની જેમ તેના બીજમાં રહેલા પાચન એંજાઇમ ભોજન પ્રોટીનને તોડવામાં મદદ કરે છે અને પ્રાકૃતિક રીતે પાચનમાં જાદૂઈ સુધાર કરે છે. તેના દરરોજ સેવનથી પેટ સાથે જોડાયેલી દરેક સમસ્યા દૂર થઈ જાય છે.
Disclaimer
Disclaimer: પપૈયાના બીજથી થનારા ફાયદાને લઈને આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસ્ખા અને સામાન્ય માહિતી પર આધારિત છે. તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos