B'Day: 80 ના દાયકામાં ન્યૂડ સીનથી મચાવ્યો હતો હાહાકાર, આજે આવી દેખાય છે Padmini Kolhapure

લીડ અભિનેત્રી તરીકે કેરિયરની શરૂઆતમાં જ પધ્મિનીએ ત્યારે હાહાકાર મચાવ્યો હતો. 

નવી દિલ્હી: 80ના દાયકામાં જાણિતી અભિનેત્રી પધ્મિની કોલ્હાપુરી (Padmini Kolhapure) ના માસુમ ચહેરા અને અદાઓના દરેક દીવાના હતા. બાળ કલાકાર તરીકે બોલીવુડમાં પગ મુકનાર પધ્મિની કોલ્હાપુરીના વિશે આ ખૂબ ઓછા લોકો જાણે છે કે તે એક સારી અભિનેત્રીની સાથે સિંગર પણ છે. બાળ કલાકારોમાં પધ્મિની કોલ્હાપુરીએ 'યાદો કી બારાત', 'કિતાબ', અને 'દુશ્મન દોસ્ત' ફિલ્માં કોરસ સિંગર તરીકે પોતાનો અવાજ આપ્યો હતો. પધ્મિની કોલ્હાપુરી આજે પોતાનો 54મો જન્મદિવસ ઉજવી રહી છે. તો આવો જોઇએ કે બાળ કલાકાર પાસેથી 'પાનીપત'ની મરાઠા રાની માંના પાત્ર સુધી કેટલી બદલાય ગયો છે પધ્મિની કોલ્હાપુરીનો લુક અને જાણીએ તેમના વિશે કેટલીક ખાસ વાતો...

પોતાની ફિલ્મોમાં પણ ગાયા ગીતો

1/5
image

પધ્મિની કોલ્હાપુરીએ પોતાની ફિલ્મોમાં પણ ગીત ગાયા છે. તેમાં 'વિધાતા', 'સાત સહેલિયાં', 'હમ ઇંતઝાર કરેગા' અને 'સડક છાપ' ફિલ્મોનો સમાવેશ થાય છે. 

ન્યૂડ સીનથી મચાવ્યો હતો હાહાકાર

2/5
image

લીડ એક્ટ્રેસ તરીકે પોતાના કેરિયરની શરૂઆતમાં જ પધ્મિની કોલ્હાપુરીએ ત્યારે હાહાકાર મચાવ્યો જ્યારે તેમણે વર્ષ 1980માં રિલીઝ થયેલી ફિલ્મ 'ગહરાઇ'માં એક ન્યૂડ સીન આપ્યો હતો. 

રેપ સીનએ પણ મચાવી બબાલ

3/5
image

એટલું જ પધ્મિની કોલ્હાપુરીનો હંમેશા વિવાદો સાથે નાતો રહ્યો છે. એટલા માટે બી આર ચોપડાની ફિલ્મ 'ઇંસાફ કા તરાજૂ'માં તેમને આપેલા રેપ સીને પણ ખૂબ વિવાદો ઉભા કર્યા હતા. ત્યાર બાદ પધ્મિની કોલ્હાપુરીની છબિ કોઇ એડલ્ટ સ્ટારવાળી થવા લાગી. પરંતુ પધ્મિની કોલ્હાપુરીએ પોતાની છબિને બદલી જ નહી પરંતુ ઘણી સુપરફિલ્મો વડે લોકોનું દીલ જીતી લીધું. 

આ ફિલ્મે બનાવી સ્ટાર

4/5
image

પધ્મિની કોલ્હાપુરીને વર્ષ 1982માં RK Films ની ફિલ્મ 'પ્રેમ રોગ'એ સ્ટાર બનાવી લીધી હતી. આ ફિલ્મનું નિર્દેશન રાજ કપૂરે કર્યું હતું. આ ફિલ્મમાં પધ્મિની કોલ્હાપુરીએ નાની ઉંમરની વિધવાનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મમાં પધ્મિની કોલ્હાપુરીના કેટલાક બોલ્ડ સીન પણ જોવા મળ્યા હતા. જેના લીધે ટિકાનો શિકાર પણ બની હતી. તેમની પ્રશંસા કરનારા પણ ઓછા ન હતા. 

શ્રદ્ધા કપૂરની માસી છે પધ્મિની કોલ્હાપુરી

5/5
image

ખૂબ ઓછા લોકો જાણે છે કે પધ્મિની કોલ્હાપુરી આજની સુપરસ્ટાર શ્રદ્ધા કપૂરની માસી છે. પધ્મિની કોલ્હાપુરીની બહેનના લગ્ન શક્તિ કપૂર સાથે થયા છે.