ગુજરાતમાં ભરશિયાળે વરસાદની આગાહી! વાવાઝોડાને કારણે વાતાવરણમાં રમણભમણ થઈ જશે
Cyclone Alert : દેશમાં ફરી એકવાર વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ આવી ગયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. જોરદાર ગાજવીજ સાથે વીજળી પડવાની પણ શક્યતા છે. દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાશે. દેશના 4 રાજ્યોમાં ભારે વરસાદ કહેર વર્તાવશે તેવું હવામાન વિભાગ (IMD) નું રેડ એલર્ટ છે. ત્યારે ગુજરાત પર શુ આફત આવશે તે આગાહી જોઈ લઈએ.
વાવાઝોડાની ગુજરાતમાં શું અસર થશે, અંબાલાલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 16 થી 22 ડિસેમ્બર ગુજરાત તરફ વાદળો આવી શકે છે. જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તેની અસરના ભાગરૂપે આગામી 17 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે. રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. જોકે, સવારના સમયે ઠંડી યથાવત રહેશે. ડિસેમ્બરમાં કમોસમી વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યું કે, આગામી 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે. જેને કારણે 26 થી 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે. 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડી વધશે. કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. જાન્યુઆરી માસ ઠંડો રહી શકે છે. એટલે કે આ મહિનામાં કાતિલ ઠંડી પડશે.
બંગાળની ખાડીમાં વાવાઝોડું બન્યું
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં લો પ્રેશરનું ક્ષેત્ર રચાયું છે. આગામી બે દિવસમાં આ બાબત વધુ સ્પષ્ટ થશે. આ પછી તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તમિલનાડુના તટ તરફ આગળ વધે તેવી શક્યતા છે. તમિલનાડુના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરમાંથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. . દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ અંગે રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ
xગુજરાતમાં શિયાળાની કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા છે. હવામાન વિભાગના અપડેટ અનુસાર, આજે 6.8 ડિગ્રી સાથે નર્મદા સૌથી ઠંડુગાર બન્યું છે. નલિયામાં 7.8 અને દાહોદમાં 8.1 ડિગ્રી તાપમાન નોંધાયું. અમરેલીમાં 9.6 અને ડાંગમાં 9.7 ડિગ્રી તાપમાન નોંધાયું. ડીસામાં 9.9, રાજકોટ અને ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન રહ્યું. જ્યારે ભુજમાં 11.6, વડોદરા અને પોરબંદરમાં 12 ડિગ્રી તાપમાન રહ્યું. તો આ તરફ ભાવનગરમાં 12.2, જામનગરમાં 12.7 ડિગ્રી, દમણમાં 13.2 અને અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન રહ્યું.
Trending Photos