ડિસેમ્બરમાં આવી રહ્યું છે વધુ એક વાવાઝોડું, મોટી ઉથલપાથલ થશે! અંબાલાલનો નવો ધડાકો

Ambalal Patel Rainfall Prediction : રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. સૌથી ઓછું 11.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા ટાઢુબોળ થઈ ગયું છે. ત્યારે આવતીકાલથી ફરી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. પરંતું આ વચ્ચે ડિસેમ્બરમાં બીજું એક મોટું સંકટ આવી રહ્યું છે. આ સંકટ વાવાઝોડાનું છે. ડિસેમ્બરમાં ફરી એકવાર વાવાઝોડું આવવાનું છે, જેને કારણે ફરીથી ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે તેવી જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.
 

હવામાન વિભાગની આગાહી

1/3
image

હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, આગામી સમયમાં રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. આગામી 3 દિવસમાં 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટી થશે. આજથી 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. 

આજે ક્યાં કેટલું તાપમાન નોંધાયું 

2/3
image

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આજે શુક્રવારે અમદાવાદમાં 17.9 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગરમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું. નલિયા 11.6 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુગાર શહેર રહ્યું. પવનની દિશા ઉત્તર પૂર્વથી ફૂંકાઈ રહ્યાં છે. 

આ તારીખે ડિસેમ્બરનું બીજું વાવાઝોડું આવશે 

3/3
image

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, 10 ડિસેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીમાં વધારો થશે. તાપમાન 12 ડિગ્રીથી નીચું જાય તેવી શક્યતા છે. 14-18 ડિસેમ્બરે બાંગાળના ઉપસગારમાં લો પ્રેશર બનતા ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. તો 23 ડિસેમ્બરથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા છે. આમ, અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં ફેંગલ સિવાય વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે. વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાશે. 14થી 18 ડિસેમ્બરના બંગાળના ઉપાસાગરમાં બીજું એક લો પ્રેશર બનવાની શક્યતા રહે. જેની દક્ષિણ પૂર્વ તટ પર રહેશે.