આફત હજુ ટળી નથી, ડિસેમ્બરમાં ગુજરાત પર મોટું સંકટ આવશે, નવી આગાહી છે ખતરનાક
Ambalal Patel Rainfall Prediction : ગુજરાત પર ફરી મોટી આફત આવી રહી છે. કારણ કે, એક તરફ ફરી એકવાર વાવાઝોડું બની રહ્યું છે અને બીજી તરફ ઠંડીનું તોફાન ત્રાટકવાનું છે. આગામી 72 કલાકમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલમાં કાતિલ ઠંડી પડી શકે છે. અંબાલાલ પટેલની આગાહી છે કે, 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે તેવુ પણ તેમણે જણાવ્યું.
ગુજરાતમાં ઠંડી વધી, પણ તેના કરતા પણ કંઈક મોટું થશે
અંબાલાલ પટેલે જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું હતુ. જો કે હવે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડી ઘટવાની છે. આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લામાં કાતિલ ઠંડી પડી શકે છે. જો કે આગામી 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે.
બંગાળની ખાડીમાં વાવાઝોડું પેદા થઈ રહ્યું છે
હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બની શકે છે. જેની સંયુક્ત અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાત સુધી વાદળ વાયુ આવે અને ક્યાંક છાંટા પણ પડી શકે છે. આ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન 30 થી 31 ડિગ્રી સુધી જવાની શક્યતા રહેશે. એટલે કે 16 થી 22 ડિસેમ્બર સુધીના એક સપ્તાહ દરમિયાન વાદળ વાયુ આવતા મહત્તમ તાપમાન વધવાથી ઠંડીમાં ઘટાડો થશે. જેમાં સુરત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન ઉચકાઈ શકે છે. આ પશ્ચિમી વિક્ષોપ બાદ 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. જાન્યુઆરીની શરૂઆતમાં પણ કડકડતી ઠંડીને અહેસાસ થશે.
હવામાન વિભાગે પણ કહી દીધું
ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે આગાહી કરી છે કે દેશના ઘણા રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી શીત લહેર ચાલુ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરીય વિસ્તારોમાં શીત લહેર, ગાઢ ધુમ્મસ અને હિમવર્ષા થવાની સંભાવના છે. દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં નીયા દબાણનો વિસ્તાર રચાયો છે, જે અપર એરના ચક્રવાતી પરિભ્રમણથી પ્રભાવિત છે. સિસ્ટમ આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બની શકે છે અને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને છેવટે 11 ડિસેમ્બર સુધીમાં તમિલનાડુ અને શ્રીલંકા નજીક દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં પહોંચી શકે છે.
ક્યારે આવી રહ્યું છે વાવાઝોડું
પશ્ચિમી વિક્ષેપ ઉત્તરને અસર કરી રહ્યું છે, જેના કારણે હિમાલયના પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા હિમવર્ષા થઇ શકે છે અને ઉત્તરીય મેદાનો અને પૂર્વીય રાજ્યોના ભાગોમાં ગાઢ ધુમ્મસ છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ શીત લહેર યથાવત રહેવાની શક્યતા છે. 10 થી 13 ડિસેમ્બર સુધી તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે 12 ડિસેમ્બરે કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. 11 અને 12 ડિસેમ્બરે કોસ્ટલ આંધ્ર પ્રદેશ અને યાનમમાં આવી જ સ્થિતિ જોવા મળી શકે છે. કેરળ અને માહેમાં 11 થી 13 ડિસેમ્બર વચ્ચે વરસાદની સંભાવના છે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. 8 થી 11 ડિસેમ્બરની વચ્ચે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ અથવા હિમવર્ષા થશે. પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં 8 અને 9 ડિસેમ્બરે હળવો વરસાદ થઇ શકે છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 9 ડિસેમ્બર સુધી મોડી રાત્રે અને સવારના કલાકો દરમિયાન ગાઢ ધુમ્મસની શક્યતા છે, જ્યારે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને પેટા-હિમાલયના પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આગામી કેટલાક દિવસોમાં દિવસોમાં ભારતના કેટલાક ભાગોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની ધારણા છે. હિમાચલ પ્રદેશમાં 10 થી 12 ડિસેમ્બર સુધી સવારે ધુમ્મસ રહેશે. ઉત્તર રાજસ્થાનમાં 9 થી 13 ડિસેમ્બર દરમિયાન ઠંડીનું મોજું આવવાની શક્યતા છે અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે.
Trending Photos