એક સમયે સુપરહીટ ફિલ્મની ગેરંટી ગણાતા આ બોલીવુડ સ્ટાર્સ હવે બની ગયા પનોતી

Bollywood Stars: સાલુ બેડ લક જ ખરાબ છે.... આ વાત હાલ બોલીવુડના કેટલાક સ્ટાર્સ માટે કહી શકાય તેમ છે. એક સમયે આ સ્ટાર્સ સુપરહીટ ફિલ્મની ગેરંટી ગણાતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ કલાકારો હીટ ફિલ્મ માટે તરસી રહ્યા છે. આ કલાકારોની એક પછી એક બધી જ ફિલ્મો બોક્સ ઓફિસ પર રિલીઝ તો થાય છે પરંતુ દર્શકો તેનાથી રાજી થતા નથી. તો ચાલો તમને જણાવીએ કયા કયા છે આ કલાકારો.

પ્રભાસ

1/4
image

ફિલ્મ 'બાહુબલી' બાદ પ્રભાસના ચાહકો તેની દમદાર ફિલ્મ જોવા ઉત્સાહિત હતા. પરંતુ લોકોનો આ ઉત્સાહ પ્રભાસની દરેક ફિલ્મ સાથે ઓછો થતો જાય છે. બાહુબલી બાદ પ્રભાસે એક પણ હીટ ફિલ્મ આપી નથી. તેની બધી ફિલ્મો બેક ટુ બેક ફ્લોપ થઈ છે. જેમાં 'સાહો', 'રાધે શ્યામ' અને તાજેતરમાં રિલીઝ થયેલી 'આદિપુરુષ'નો સમાવેશ થાય છે.

આમીર ખાન

2/4
image

બોક્સ ઓફિસ પર આમીર ખાનની ફિલ્મોની હાલત પણ ખૂબ જ ખરાબ થાય છે. 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'થી લઈને 'લાલ સિંહ ચઢ્ઢા' સુધી આમીરની બધી જ ફિલ્મો ફ્લોપ રહી છે.

અક્ષય કુમાર

3/4
image

બોલીવુડના ખેલાડી કુમારનું નસીબ પણ ખરાબ ચાલી રહ્યું છે. એક સમય હતો કે જ્યારે વર્ષમાં આવેલી તેની બધી જ ફિલ્મો હિટ જ જતી હતી. પરંતુ હવે તેનું પણ બેડ લક ચાલે છે. કારણ કે અક્ષય કુમારની લગભગ 6 ફિલ્મો એક પછી એક ફ્લોપ થઈ ગઈ છે.

રણવીર સિંહ

4/4
image

બોક્સ ઓફિસ પર રણવીર સિંહની ફિલ્મોની હાલત પણ ખરાબ છે તેમ કહી શકાય. 'જયેશ ભાઈ જોરદાર'થી લઈને 'સર્કસ' સુધીની તેની ફિલ્મો ફ્લોપ થઈ.