બંગાળમાં ચૂંટણી ટાણે TMC સાંસદના હોટ બેડરૂમ PHOTOS થયા વાયરલ

આ તસવીરોમાં તેનો ગ્લેમરસ અવતાર લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. 

બાંગ્લા ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહા સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. હાલ બંગાળમાં ચૂંટણી ચાલે છે આ બધા વચ્ચે અભિનેત્રીએ પોતાની અનેક શાનદાર તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તેનો ગ્લેમરસ અવતાર લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. 

આવો છે નુસરતનો લુક

1/8
image

ટેન પિંક કલરના ગાઉનમાં નુસરતે પોતાની તસવીરો શેર કરી છે. નુસરત આ તસવીરોમાં ખુબ જ ખુબસુરત લાગે છે. આ તસવીરોમાં તે હેવી ગાઉન પહેરીને બેડરૂમમાં પોઝ આપતી જોવા મળે છે. (તસવીર- સાભાર-નુસરત જહા ઈન્સ્ટાગ્રામ)

વાયરલ થઈ રહી છે તસવીરો

2/8
image

અભિનેત્રી અને સાંસદ નુસરત જહા આ તસવીરોમાં સેન્સ્યુઅલ લુકમાં જોવા મળે છે. નુસરતની આ તસવીરો ખુબ ઝડપથી વાયરલ થઈ રહી છે. ફેન્સ આ તસવીરો પર ખુબ લાઈક કરી રહ્યા છે. (તસવીર- સાભાર-નુસરત જહા ઈન્સ્ટાગ્રામ)

નુસરતની તસવીરોને ખુબ કરાઈ છે એડિટ

3/8
image

ફેન્સને નુસરતનો આ અંદાજ ખુબ પસંદ પડી રહ્યો છે. જો કે નુસરતની આ તસવીરોને ખુબ એડિટ કરી હોય તેવું જણાય છે. આથી અસલ રંગ ઉભરીને સામે આવતો નથી. (તસવીર- સાભાર-નુસરત જહા ઈન્સ્ટાગ્રામ)

મમતા બેનર્જીની નજીક છે નુસરત

4/8
image

પર્સનલ લાઈફ હોય કે પ્રોફેશનલ લાઈફ નુસરત દરેક જગ્યાએ પોતાની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે. નુસરત એવા સાંસદોમાથી એક છે જે બંગાળના સીએમ મમતા બેનર્જીની ખુબ નજીક છે. (તસવીર- સાભાર-નુસરત જહા ઈન્સ્ટાગ્રામ)

ફિલ્મોમાં હજુ પણ સક્રિય છે નુસરત

5/8
image

રાજનીતિ સાથે જોડાવવા અને સાંસદ બન્યા પછી પણ નુસરત બાંગ્લા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખુબ એક્ટિવ છે. તે ક્યારેક પોતાના નિવેદનો તો ક્યારેક ગ્લેમરસ અંદાજને લઈને ચર્ચામાં રહે છે. (તસવીર- સાભાર-નુસરત જહા ઈન્સ્ટાગ્રામ)

લગ્ન બાદ થઈ હતી ખુબ ચર્ચા

6/8
image

નુસરત જહા લગ્ન બાદ ચર્ચામાં આવી હતી. તેણે નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ લોકોએ તેની ખુબ ટીકા પણ કરી હતી. પરંતુ નુસરતે પોતાની વાત લોકો વચ્ચે રજુ કરી અને કહ્યું કે લગ્ન કરવા એ દરેક વ્યક્તિનો અંગત મામલો છે. (તસવીર- સાભાર-નુસરત જહા ઈન્સ્ટાગ્રામ)

સેથામાં સિંદુર પૂરવું ભારે પડ્યું હતું

7/8
image

નુસરત જહા સિંદુર, સાડી અને ચૂડો પહેરીને પણ ટ્રોલ થઈ હતી. આમ કરતા તેણે ખુબ વિવાદનો સામનો કરવો પડ્યો હતો. જો કે તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે દરેક ધર્મને માને છે અને જો તે એવા કોઈ લિબાસ પહેરે તો કોઈને તેનાથી પરેશાની થવી જોઈએ નહીં. (તસવીર- સાભાર-નુસરત જહા ઈન્સ્ટાગ્રામ)

સંસદ ભવન બહાર ફોટો ખેંચાવવા બદલ થઈ હતી ટ્રોલ

8/8
image

નુસરત જહા સંસદ ભવન બહાર ફોટો ખેંચાવવા બાબતે પણ ટ્રોલ થઈ હતી. તે પોતાની સાથી સાંસદ મિમી ચક્રવર્તી સાથે તસવીર લઈ રહી હતી. તેણે તે વખતે કહ્યું હતું કે તસવીર લેવો કોઈ ગુનો નથી અને તે પહેલીવાર સાંસદ બની હતી એટલે એક્સાઈટેડ હતી. (તસવીર- સાભાર-નુસરત જહા ઈન્સ્ટાગ્રામ)