Ripped Jeans: હવે તો ફાટેલું-તૂટેલું જીન્સ એક ફેશન છે, પરંતુ તે શરૂ થવાની કહાની છે રસપ્રદ

જ્યારે દરેક રિપ્ડ જીન્સ અને તેની ડિઝાઈનની તસવીરો શેર કરી રહ્યા છે.  ત્યારે અમે તમને બતાવીશું કે આજે જે જીન્સની ચર્ચા થઈ રહી છે. તે ફેશનની શરૂઆત ક્યારે થઈ હતી.

સોશિયલ મીડિયા (Social Media) પર અચાનક રિપ્ડ જીન્સ (Ripped Jeans) ની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ટ્વીટર અને સોશિયલ મીડિયા (Social Media) પર જે રિપ્ડ જીન્સ (Ripped Jeans) ની ચર્ચા થઈ રહી છે, જે થોડી ફાટેલી-તૂટેલી જેવી હોય છે. આમ તો  આ મજબૂરી નહીં પરંતુ ફેશન (Fashion) માટે ઓળખવામાં આવે છે. પરંતુ અચાનક સોશિયલ મીડિયા પર રિપ્ડ જીન્સની ચર્ચા થવા લાગી છે અને અનેક મહિલાઓ સોશિયલ મીડિયા પર રિપ્ડ જીન્સ (Ripped Jeans) ની સાથે તસવીરો પણ શેર કરી રહી છે. ત્યારે આ સોશિયલ મીડિયા પર રિપ્ડ જીન્સને લઈને આવેલી પોસ્ટની પાછળ છે ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત (Tirath Singh Rawat).

કયું નિવેદન આપ્યું હતું તીરથ સિંહ રાવતે:

1/4
image

હાલમાં તીરથ સિંહ રાવતે (Tirath Singh Rawat) નશીલા પદાર્થોના સેવન પર બે દિવસની કાર્યશાળાના ઉદ્ધાટન સમારોહમાં હાજર રહ્યા હતા. અહીંયા તેમણે નિવેદન આપ્યું હતું કે રિપ્ડ જીન્સ (Ripped Jeans) આપણા સમાજના તૂટવાનો માર્ગ પ્રશસ્ત કરે છે. તેનાથી આપણે બાળકોને ખોટા ઉદાહરણ આપી રહ્યા છે. જે તેમને નશીલા પદાર્થોના સેવન તરફ લઈ જાય છે. મુખ્યમંત્રી રાવતના નિવેદન પછી તેની ચર્ચા થઈ રહી છે અને મહિલાઓ તેનો વિરોધ કરતાં રિપ્ડ જીન્સમાં ફોટો શેર કરી રહી છે. હવે જ્યારે રિપ્ડ જીન્સ અને તેની ડિઝાઈનની તસવીરો શેર કરી રહી છે તો અમે તમને જણાવીશું કે જે જીન્સની ચર્ચા થઈ રહી છે તે ફેશનની શરૂઆત ક્યારે થઈ. આખરે લોકોએ ક્યારથી અને કેમ એક સારા જીન્સની જગ્યાએ રિપ્ડ જીન્સને પહેરવાનું પસંદ કર્યું.

ક્યારે થઈ હતી શરૂઆત:

2/4
image

જીન્સની શોધ તો 1870માં થઈ ગઈ હતી. પરંતુ રિપ્ડ જીન્સવાળી ફેશન લગભગ 100 વર્ષ પછી એટલે 1970ની આસપાસ આવી. 197ની પહેલા જો કોઈનું જીન્સ રિપ્ડ એટલે ફાટેલું-તૂટેલું હોય તો તેને ગરીબની કેટેગરીમાં રાખવામાં આવતો હતો. એટલે જેની પાસે પૈસા નથી. તે રિપ્ડ કે ફાટેલું જીન્સ પહેરતા હતા. જોકે 1970 પછી આ ફેશન બની ગઈ અને લોકોએ જાતે જ પોતાના જીન્સને રિપ્ડ કરવાનું શરૂ કરી દીધું. તેના પછી કંપનીઓએ આ પ્રકારના જીન્સ બનાવવાનું શરૂ કરી દીધું.

ક્યારે રિપ્ડ જીન્સ કલ્ચરની થઈ શરૂઆત:

3/4
image

કહેવામાં આવે છે કે રિપ્ડ જીન્સ (Ripped Jeans) નું કલ્ચર પંક એરામાં શરૂ થયું હતું. હવે સવાલ એ છે કે આ પંક શું છે. હકીકતમાં પંકને એક મ્યૂઝિક જેનર કહેવામાં આવે છે. જે 1970ના દાયકામાં શરૂ થયું. આ શબ્દ અમેરિકી રોક ક્રિટિક્સે આપ્યો હતો. જે 1960ના દાયકાના ગેરેજ બેન્ડના પ્રભાવથી શરૂ થયો. સીધા શબ્દોમાં કહીએ તો હવે તેનો ઉપયોગ મ્યૂઝિક તરીકે કરવામાં આવી રહ્યો છે. એ તથ્ય પણ આપવામાં આવે છે કે આ પ્રકારનું જીન્સ એક રીતે વિદ્રોહનું પ્રતીક હતું. એટલે જેમાં કોઈપણ પ્રકારની સરહદોનું ઉલ્લંઘન કરવાની વાત કહેવામાં આવી હતી. આ દરમિયાન એક પંક મૂવમેન્ટ પણ શરૂ થયું હતું. જેના દ્વારા અનેક મુદ્દા પર વિદ્રોહ કરવામાં આવ્યો. આ સમયે જીન્સ પણ કોઈપણ વિરોધનું એક સિમ્બોલ બની ગયું. અને તેનો વિરોધમાં ઘણો ઉપયોગ થવા લાગ્યો.

વિદ્રોહમાં ઉપયોગ થવા લાગ્યો રિપ્ડ જીન્સનો:

4/4
image

આ દરમિયાન ફાટેલું જીન્સ અને જેકેટનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો. આ સમયે પુરુષોની સાથે મહિલાઓએ પણ રિપ્ડ જીન્સની સાથે ઘણો વિરોધ કર્યો. અનેક વિદેશી ફેશન વેબસાઈટ્સમાં દાવો કરવામાં આવે છે કે આ પ્રકારના જીન્સનું કલ્ચર 1990માં હાર્ડ રોક, હેવી મેટલ એરા અને 2000માં Grunge Era દરમિયાન વધ્યું હતું. જોકે તેના પછી હવે તેને માત્ર ફેશન તરીકે લોકો પહેરે છે. જો તમને રિપ્ડ જીન્સ પહેરવાનું પસંદ છે તો તમે પણ પોતાની ફેશનનો જલવો વિખેરી શકો છો.