હવે દિલ્હીમાં દોડશે T-18 જેવી હાઈટેક MEMU ટ્રેન, જૂઓ તસવીરોમાં વિશેષતાઓ
T-18 પછી દિલ્હીવાસીઓને વધુ એક સોગાત મળવા જઈ રહી છે. શહેરમાં MEMU ટ્રેન ચલાવાની તૈયારી ચાલી રહી છે. આ જૂની ટ્રેન કરતાં તદ્દન જુદી છે. નવી MEMUનું પ્રથમ પરીક્ષણ દિલ્હીમાં કરવામાં આવશે
નવી MEMU ટ્રેનને આજે ચેન્નાઈની ઈન્ટિગરલ કોચ ફેક્ટરીથી દિલ્હી માટે રવાના કરી દેવામાં આવી છે. આ ટ્રેન 24 કે 25 ડિસેમ્બરના રોજ દિલ્હીના શકૂરબસ્તી રેલવે સ્ટેશને આવી પહોંચશે. ત્યાર બાદ તેનું ઓપરેશનલ ટ્રાયલ કરવામાં આવશે. ટ્રાયલમાં સફળતા મળ્યા બાદ તેને કોમર્શિયલ ઓપરેશન માટે ટ્રેક પર ઉતારવામાં આવશે. આ ટ્રેનની મુસાફરી યાત્રીઓને એક અલગ પ્રકારનો જ અનુભવ આપશે.
બાયો ટોઈલેટથી સુસજ્જ છે ટ્રેન
નવી MEMU ટ્રેનમાં બાયો ટોઈલેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના કારણે પાટા ઉપર ગંદકી નહીં ફેલાય અને ટોઈલટને સ્વચ્છ રાખવામાં પણ મદદ મળશે.
ડબલ લીફ સ્લાઈડિંગ ડોર
આ ટ્રેનમાં ડબલ લીફ સ્લાઈડિંગ દરવાજાનો ઉપયોગ કરાયો છે. એટલે કે એ તરફનો દરવાજો બંને તરફ (ડાબી અને જમણી બાજુ) ખુલશે. આ દરવાજાએ ટ્રેનની સુંદરતાને ચાર ચાંદ લગાવી દીધા છે.
આકર્ષક ડ્રાઈવર કેબિન
ડ્રાઈવરની કેબિનને પણ અત્યંત સુંદર અને વધુ હાઈટેક બનાવાઈ છે. તેમાં વધુ સ્પેસ આપવામાં આવી છે. એન્જિનને નીચે રાખવામાં આવ્યું છે અને કેબિનમાં માત્ર ઓપરેશન સિસ્ટમ ફીટ કરેલી છે. હવે ડ્રાઈવરને હરવા-ફરવા માટે વધુ સ્પેસ મળશે.
ઈન્ટિરિયર પણ છે આકર્ષક
ટ્રેનનું ઈન્ટિયર પર પ્રવાસીઓની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને બનાવાયું છે. ટ્રેનને દિલ્હી રવાના કરતા પહેલાં તેનું છેલ્લું નિરીક્ષણ કરાયું હતું.
ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ
નવી MEMUમાં GPS આધારિત ડિસ્પ્લે બોર્ડ મુકવામાં આવ્યું છે. જીપીએસની મદદથી દરેક ક્ષણની અને દરેક મૂવમેન્ટની માહિતી આ ડિજિટલ બોર્ડ પર મુસાફરોને મળતી રહેશે. આથી ટ્રેનને ટ્રેસ કરવું પણ સરળ બની જશે.
એલ્યુમિનિયમ લગેજ રેક
નવી MEMUમાં મુસાફરોને સામાન મુકવા માટે એલ્યુમિનિયમનું લગેજ રેક બનાવાયું છે. તે વધુ મજબૂત અને સ્પેશિયસ છે. તેમાં વધુ સામાન મુકી શકાશે.
એન્જિન ટ્રેનના નીચેના ભાગમાં
ટ્રેનના ઓપરેશનલ ભાગ સિવાય એન્જિનનો મોટો ભાગ ટ્રેનના કોચના નીચે ફીટ કરાયો છે. આથી ટ્રેનનો અવાજ પણ વધુ નહીં આવે.
નવી MEMUનો બહારથી લૂક
નવી MEMU ટ્રેન બહારથી કંઈક આવી દેખાય છે.
સીટ જૂની ટ્રેન કરતાં વધુ પહોળી
નવી MEMUમાં મુસાફરોને બેસવા માટેની સીટને વધુ પહોળી બનાવાઈ છે. મુસાફરોને આરામદાયક્તાને પ્રાથમિક્તા આપવામાં આવી છે. ઈન્ટિરિયર પણ એવી રીતે ડિઝાઈન કરાયું છે કે મુસાફરોને વધુ જગ્યા મળે.
બારીઓ વધુ સુરક્ષિત
નવી વિન્ડોને વધુ સુરક્ષિત અને કવર્ડ બનાવાઈ છે. જો ગ્લાસ વિન્ડોને સ્લાઈડ કરીને ઉપર ખસેડી દેવામાં આવે તો પણ બારીમાંથી અંદર ઘુસી જવું સરળ નથી. તેના કારણે સુરક્ષા વધુ મજબૂત થાય છે.
Trending Photos