Nostradamus Predictions:'આકાશમાંથી આગ વરસશે', અવકાશને લઈને નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણીએ વધારી ચિંતા

Predictions Of Nostradamus: ફ્રાન્સના જાણીતા ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસ (Nostradamus)ની અનેક ભવિષ્યવાણીઓ અત્યાર સુધી સાચી સાબિત થઈ ચુકી છે. 1566 પહેલા નાસ્ત્રેદમસે 6 હજારથી વધુ ભવિષ્યવાણી કરી હતી. દુનિયાનો અંત ક્યારે થશે અને તેનું શું કારણ હોઈ શકે છે, તેને લઈને પણ નાસ્ત્રેદમસએ ભવિષ્યવાણી કરી છે. મોટી સંખ્યામાં દુનિયામાં એવા લોકો છે જે નાસ્ત્રેદમસની વાતોને સાચી માને છે. લોકોનું માનવું છે કે નાસ્ત્રેદમસે બીજા વિશ્વયુદ્ધ, હિટલરના ઉદય અને અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલાની ભવિષ્યવાણી પહેલા જ કરી દીધી હતી. આવો નાસ્ત્રેદમસની અન્ય ખતરનાક ભવિષ્યવાણી વિશે જાણીએ.

1/5
image

ત્રીજા વિશ્વયુદ્ધને લઈને નાસ્ત્રેદમસ પહેલા જ ભવિષ્યવાણી કરી ચુક્યા છે. નાસ્ત્રેદમસે લખ્યું હતું કે સાત મહિના મહાન યુદ્ધ, ખોટા કામોથી મરે ઘણા લોકો. નાસ્ત્રેદમસની આ વાતને લોકોએ તે પણ આશંકા લગાવી છે કે રશિયા-યુક્રેનનો જંગ ત્રીજા વિશ્વયુદ્ધમાં બદલી શકે છે. રાહત એટલી છે કે રશિયા-યુક્રેન સિવાય અન્ય દેશ ખુલીને હજુ સુધી મેદાનમાં ઉતર્યા નથી.   

2/5
image

નાસ્ત્રેદમસની મંગળ ગ્રહને લઈને એક ભવિષ્યવાણી છે. નાસ્ત્રેદમસે લખ્યું છે કે મંગળ પર રોશની પડી રહી છે. ભવિષ્યવાણીની વ્યાખ્યા કરનાર લોકોનું માનવું છે કે નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણી મનુષ્યને મંગળ પર પહોંચવાને લઈને છે. જાણી લો કે વિજ્ઞાન અત્યાર સુધી પ્રગતિ કરી ચુક્યું છે અને મનુષ્ય મંગળ પર રહેવા વિશે પણ વિચારવા લાગ્યો છે. 

3/5
image

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર આ વર્ષે પોપ પણ બદલાય જશે. નાસ્ત્રેદમસ અનુસાર પોપ ફ્રાન્સિંગનું સ્થાન કોઈ અન્ય લેશે. નાસ્ત્રેદમસે આ પોપ ફ્રાન્સિસને છેલ્લા સાચા પોપ પોતાની ભવિષ્યવાણીમાં જણાવ્યા છે. 

4/5
image

ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસ પ્રમાણે શાહી ભવન પર આકાશીય આગ પડશે. તમામ લોકો આ ભવિષ્યવાણીની વ્યાખ્યા નવી સભ્યતાના ઉદયથી જોડીને કરે છે. પરંતુ ઘણા લોકો એવા છે કે જે દુનિયાના ખાત્મા સાથે જોડે છે. પરંતુ  નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણીનું સત્ય શું છે તે કોઈ જાણતું નથી. 

5/5
image

નાસ્ત્રેદમસે વધુ એક રસપ્રદ ભવિષ્યવાણી કરી હતી જે પ્રમાણે દુનિયાની બે મહાન શક્તિઓ એક થઈને નવું ગઠબંધન બનાવશે. આ અનોખા ગઠબંધનમાં એક શક્તિશાળી પુરૂષ અને એક નબળી મહિલા લીડર હશે. પરંતુ તેના લાંબા સમય સુધી ટકવાની સંભાવના હશે નહીં.