આ 'લાલ વસ્તુ' ખાઈને નીતા અંબાણી આપે છે સુંદરતામાં વહુઓને ટક્કર, ઉંમર 60 વર્ષ પણ લાગે 36 વર્ષના
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાના બિઝી શિડ્યુલ છતાં નીતા અંબાણી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખુબ જ સજાગ રહે છે. પોતાના ડેઈલી રૂટિન દ્વારા તેઓ પોતાની ફિટનેસથી અનેક લોકોને માત આપે છે. 60 વર્ષની ઉંમરે પણ તેઓ એકદમ એક્ટિવ છે અને પુત્રવધુઓ કરતા પણ આગળ છે. તેઓ પોતાના ડાયેટમાં એક એવા જ્યૂસને સામેલ કરે છે જેનું રોજ સેવન કરવાથી આ પોષકતત્વોથી ભરપૂર જ્યૂસ તેમના સ્વાસ્થ્યમાં ચારચાંદ લગાવે છે. નીતા અંબાણી બીટ અને તેના જ્યૂસને સૌથી વધુ ડાયેટમાં સામેલ કરે છે. જાણો તેઓ તેમના ડાયેટમાં બીજુ શું શું સામેલ કરે છે.
ગાજરના જ્યૂસમાં બીટા કેરોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. તે શરીરમાં વિટામીન એ બનાવે છે. તેનાથી આંખોની રોશની સારી થાય છે અને ઈમ્યુનિટી વધે છે. આ ઉપરાંત તેનાથી સ્કીનની રંગત પણ નીખરે છે. તેમાં એન્ટી ઓક્સિડન્ટ અને ફાઈબર પણ હોય છે. જે પચવામાં મદદ કરે છે અને શરીરને ઉર્જા આપે છે.
પાલકના જ્યૂસમાં વિટામીન એ, સી અને કે ભરપૂર પ્રમાણમાં હોય છે. આ સિવાય તેમાં આયર્ન, અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ પોષક તત્વો હાડકાને મજબૂત બનાવે છે અને ઈમ્યુનિટી વધારવાની સાથે સ્કીનને સારી બનાવે છે. પાલકમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ શરીરને નુકસાન પહોંચાડનારા તત્વો સામે લડવામાં મદદ કરે છે.
દાડમના જ્યૂસમાં પ્યુનિકાલગિન જેવા એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે સોજા ઓછા કરે છે અને હ્રદયને સ્વસ્થ રાખે છે. તે વિટીમીન સીનો પણ સારો સોર્સ છે. જે ઈમ્યુનિટી વધારે છે અને ત્વચાને સારી બનાવે છે.
સેલેરી જ્યૂસમાં કેલરી ઓછી હોય છે અને વિટીમીન એ, સી અને કે ભરપૂર પ્રમાણમાં હોય છે. તે શરીરને હાઈડ્રેટ રાખે છે, પાચનમાં મદદ કરે છે અને સોજા ઓછા કરે છે જેનાથી તે સ્વાસ્થ્ય માટે એક સારો વિકલ્પ બની જાય છે.
કાકડીનો જ્યૂસ ખુબ પાણીવાળો હોય છે અને તેમા વિટામીન કે અને સી ભરપૂર પ્રમાણમાં હોય છે. તે શરીરને પાણી પહોંચાડે છે. ત્વચા માટે સારો હોય છે અને તેમા ખુબ પાણી હોવાના કારણે શરીરની સફાઈમાં મદદ કરે છે.
સફરજનના જ્યૂસમાં વિટામીન સી અને એ હોય છે. તેમાં ક્વેરસેટિન જેવા એન્ટીઓક્સિડન્ટ પણ મળી આવે છે. તે હ્રદયના સ્વાસ્થ્ય માટે સારું હોય છે અને ઈમ્યુનિટીને વધારે છે. તેમાં રહેલું ફાઈબર પચવામાં મદદ કરે છે.
આદુના જ્યૂસમાં એન્ટી ઈન્લેમેટરી અને એન્ટી ઓક્સીડન્ટ ગુણ હોય છે. તે સોજા ઓછા કરે છે, પાચનમાં મદદ કરે છે અને ઈમ્યુનિટી વધારે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos