ભારત આવી અમેરિકન રાજદૂત, મૂળ છે NRI પંજાબી પરિવારની દીકરી

1/5
image

અમેરિકાની રાજદૂત નિક્કી હેલી 26 જૂનથી 28 જૂન સુધી ભારતની મુલાકાત કરી રહી છે. તેણે પોતાના ભારત પ્રવાસની શરૂઆત દિલ્હીના હુમાયુના મકબરાથી કરી હતી. આ પ્રવાસનો હેતુ દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચેના સંબંધો સુદૃઢ બનાવવાનો છે. 

2/5
image

નિક્કી હેલીનું આખું નામ નિમ્રતા નિક્કા રંધાવા છે અને એનો જન્મ અપ્રવાસી પંજાબી પરિવારમાં થયો હતો. તેના પિતાનું નામ અજિત સિંહ રંધાવા અને માતાનં નામ રાજ કૌર રંધાવા છે. તેણે ભારતીય મૂળની પહેલી અમેરિકન ગવર્નર બનવાનું ગૌરવ મેળવ્યું છે.

3/5
image

નિક્કી હેલીએ માઇકલ હેલી સાથે લગ્ન કર્યા છે અને તેને બે બાળકો રેના તેમજ નલિન છે. 

4/5
image

ટ્રમ્પ પ્રશાસન પોતાની ઇન્ડો પેસિફિક રણનીતિ અંતર્ગત ભારત સાથે પોતાના સંબંધો વધારવા માટે ઉત્સુક છે. 

5/5
image

હેલી છેલ્લે 2013માં ભારત આવી હતી. એ સમયે તે સાઉથ કેરોલિનાની ગવર્નર હતી. (તમામ તસવીરો સાભાર ANI)