આગામી 5 દિવસ ગુજરાતીઓ માટે ભારે! જાણો તમારા જિલ્લામાં 1 જુલાઈ સુધી ક્યાં કેટલો થશે વરસાદ?
Gujarat Heavy To Heavy Rains: હવામાન વિભાગે 1 જુલાઈ સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ભારે નહીં પણ અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ યલો એલર્ટ અપાયું છે. કેટલાક વિસ્તારમાં તો એક જ દિવસમાં 8 ઈંચથી વધુ વરસાદ વરસે એવી પણ શક્યતાઓ છે.
હવામાન વિભાગે આજથી (મંગળવાર) 1 જુલાઈ (શનિવાર) સુધી સમગ્ર ગુજરાતભરમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં ભારે નહીં પણ અત્યંત ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે, તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ યલો એલર્ટ અપાયું છે. કેટલાક જિલ્લાઓમાં તો એક જ દિવસમાં 8 ઈંચથી વધુ વરસાદ વરસે એવી પણ શક્યતાઓ દર્શાવી છે.
રાજ્યમાં આજે 6 કલાકમાં 42 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં નવસારી, જલાલપોર અને ચીખલીમાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ વરસ્યો છે તો સુરતના મહુવામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. બીજી બાજુ હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરી છે, તો સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી
આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેથી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આવતીકાલથી રાજ્યના અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના સેવી છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે. સાથે અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. સાઈકલોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફના કારણે ગુજરાતમાં વરસાદ રહેશે.
દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ
આગામી 48 કલાક દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેમાં આહવા, ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ, પાટણ, કચ્છ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. સાથે જ મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આગામી 48 કલાક અમદાવાદ, ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદ વરસાદ થઈ છે. તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે.
28 જૂને આ જિલ્લાઓમાં યલો એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે (28 જૂને) રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં આવતીકાલે ભારે વરસાદ વરસી શકે છે.
મહત્વનું છે કે, સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી વરસાદનું જોર જોવા મળ્યું.રાજકોટમાં આજે સતત ત્રીજા દિવસે મેઘમહેર થઈ. શહેરના માધાપર ચોકડી, રામાપીર ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. જેના કારણે લોકોની મુશ્કેલી વધી. રાજકોય શહેરની સાથે જેતપુર, ધોરાજી જેવા તાલુકામાં પણ વરસાદ પડ્યો. તો કચ્છમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો. અબડાસાના મોથાળા, કોઠારામાં વરસાદ પડ્યો. જેના કારણે રસ્તા પર પાણી વહેતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તો અમરેલીના સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં ભારે બફારા બાદ વરસાદી ઝાપટું પડ્યું.
સૌરાષ્ટ્ર અને કચ્છની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ આજે વરસાદી માહોલ છે. વલસાડનું ઉમરગામ આજે પણ ધોધમાર વરસાદથી પાણી પાણી થયું. તો નવસારી શહેર અને તાલુકામાં સતત વરસાદ પડી રહ્યો છે. સવારના છ કલાકમાં અહીં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો. તાપીના વ્યારામાં પણ ધોધમાર વરસાદથઈ પાણી ભરાયા. રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી પડી. જો કે, આ વરસાદ ખેડૂતો માટે સારી વાવણીની આશા લઈને આવ્યો છે.
Trending Photos