New Rules From 1st November 2022: PM કિસાનથી લઈને રસોઈ ગેસ સુધી, 1 નવેમ્બરથી બદલાશે આ નિયમ, તમારા પર પડશે સીધી અસર

1/6
image

દિલ્હીમાં વીજળી સબ્સિડીનો એક નવો નિયમ લાગૂ થવાનો છે. તે હેઠળ જે લોકોએ વીજળી પર સબ્સિડી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તેને એક નવેમ્બરથી સબ્સિડી મળશે નહીં. દિલ્હીમાં લોકોએ દર મહિને 200 યુનિટ સુધી ફ્રી વીજળી મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. 

2/6
image

આકાશા એરલાયન્સે જાણકારી આપતા કહ્યું કે આગામી મહિનાથી તમે વિમાનમાં તમારા પાલતૂ પ્રાણીને લઈને જઈ શકો છો. આ સાથે કંપની નવેમ્બરથી કાર્ગો સેવાઓની શરૂઆત પણ કરશે. 

3/6
image

1 નવેમ્બરથી પીએમ કિસાન યોજનામાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે લાભાર્થી કિસાન પોર્ટલ પર આધાર નંબરથી પોતાનું સ્ટેટસ ચેક કરી શકશો નહીં અને તે માટે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર આપવો પડશે, જ્યારે પહેલાં પ્રધાનમંત્રી કિસાન યોજનામાં મોબાઇલ કે આધાર નંબરથી સ્ટેટસ જાણી શકાતું હતું.   

4/6
image

જીએસટી રિટર્નમાં પણ 1 નવેમ્બરથી મોટા ફેરફાર થવાના છે. તે હેઠળ હવે પાંચ કરોડ રૂપિયાથી ઓછા ટર્નઓવર વાલા કરદાતાઓએ જીએસટી રિટર્નમાં ચાર અંકોનો એચએસએન કોડ લખવો ફરજીયાત હશે, જ્યારે પહેલા બે અંકનો કોડ નાખવાનો હતો. આ પહેલાં પાંચ  કરોડથી વધુના ટર્નઓવરવાળા કરદાતાઓ માટે એક એપ્રિલથી ચાર અંકોનો કોડ અને ત્યારબાદ એક ઓગસ્ટથી 6 અંકનો કોડ ફરજીતાય કરવામાં આવ્યો હતો. 

5/6
image

હવે 1 નવેમ્બરથી એલપીજી સિલિન્ડરના બુકિંગ બાદ તમારા જીસ્ટર્ડ મોબાઇલ પર ઓટીપી આપશે. તમારે ગેસની ડિલીવરી સમયે ઓટીપી જણાવવો પડશે, ત્યારે તમને મળશે. તમને જણાવી દઈએ કે સરકારે બેદરકારી રોકવા માટે આ નિર્ણય લીધો છે. હકીકતમાં દર મહિનાની પહેલી તારીખથી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની સંભાવના રહે છે, કારણ કે દર મહિનાની તારીખે કંપનીઓ તેની સમીક્ષા કરે છે. 

6/6
image

1 નવેમ્બરથી વીમા નિયામક ઇરડાએ બિન-જીવન વીમા પૉલિસી ખરીદવા પર કેવાઈસી અરજીયાત કરી દીધુ છે. અત્યાર સુધી આ માત્ર જીવન વીમા પોલિસી માટે જરૂરી હતું અને બિન-જીવન વીમા પોલિસી જેમ સ્વાસ્થ્ય અને વાહન વીમામાં એક લાખ રૂપિયાથી વધુના ક્લેમની સ્થિતિમાં જરૂરી હતું. પરંતુ એક નવેમ્બરથી તે ફરજીયાત થઈ જશે.