Wedding Album: રણબીર-આલિયાના લગ્ન પહેલાં જુઓ ઋષિ-નીતૂ કપૂરના ગ્રાન્ડ વેડિંગની તસવીરો...

નવી દિલ્હીઃ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કપૂર પરિવારના લગ્નો ખુબ ચર્ચામાં રહે છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નના સમાચારો આ દિવસોમાં છવાયેલા છે. તેવામાં આજે અમે તમને રણબીર કપૂરના માતા-પિતા અને દિગ્ગજ કલાકાર ઋષિ કપૂર અને નીતૂ કપૂરના ગ્રાન્ડ લગ્નની તસવીરો દેખાડી રહ્યાં છીએ...

લગ્નની તારીખ

1/10
image

બોલીવુડ સ્ટાર રણબીર કપૂરના દિવંગત પિતા અને દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર અને નીતૂ કપૂરે 22 જાન્યુઆરી 1980ના લગ્ન કર્યા હતા.

 

 

સિતારાઓ રહ્યાં હાજર

2/10
image

ઋષિ કપૂર અને નીતૂ કપૂરના લગ્ન તે સમયના ગ્રાન્ડ વેડિંગમાં સામેલ હતા. આ લગ્નમાં બી ટાઉનના અનેક સિતારાઓ હાજરી આપવા પહોંચ્યા હતા. 

 

 

આર કે સ્ટૂડિયોમાં થયા હતા લગ્ન

3/10
image

આ લગ્ન આર કે સ્ટૂડિયોમાં થયા હતા. તસવીરમાં દુલ્હન નીતૂ કપૂરની સાથે રેખાને જોઈ શકાય છે. 

 

 

ગ્રાન્ડ રિસેપ્શન

4/10
image

લગ્ન બાદ કપલનું ગ્રાન્ડ રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. આ રિસેપ્સનમાં નીતૂ કપૂર ગુલાબી કલરની સાડીમાં જોવા મળ્યા હતા. 

 

 

ઋષિ નીતૂના લગ્ન

5/10
image

42 વર્ષ પહેલા થયેલા કપૂર પરિવારના આ લગ્ન બાદ સ્પષ્ટ છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન ખુબ ગ્રાન્ડ લેવલ પર થવાના છે. 

 

 

ઋષિ-નીતૂને બે સંતાનો

6/10
image

મહત્વનું છે કે ઋષિ કપૂર અને નીતૂને બે બાળકો છે. એક પુત્ર રણબીર કપૂર અને પુત્રી રિદ્ધિમા કપૂર સાહની. 

 

 

 

ઋષિ કપૂરનું નિધન

7/10
image

9 એપ્રિલ 2020ના કેન્સરને કારણે દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું નિધન થયુ હતું. મહત્વનું છે કે લગ્ન બાદ નીતૂ એક્ટિંગથી દૂર રહ્યા હતા.

 

 

8/10
image

નીતૂ કપૂરની ફિલ્મો

9/10
image

વર્ષ 1983માં ફિલ્મ ગંગા મેરી માં રિલીઝ થઈ હતી. તેના 25 વર્ષ બાદ 2009માં તે ઇમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજ કલમાં કેમિયોમાં જોવા મળી હતી. 

 

 

રિયાલિટી શોમાં જોવા મળી રહી છે નીતૂ કપૂર

10/10
image

વર્ષ 2010માં તેમની ફિલ્મ બો દૂની ચાર રિલીઝ થઈ જેમાં તેની મુખ્ય ભૂમિકા હતી. હાલ નિતૂ કપૂર ડાન્સ રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળી રહ્યાં છે.