પતિધર્મ નિભાવતા વૈશાલી પટેલ, પતિ માટે મત માંગવા સવારે ટિફિન લઈને વાંસદાના ગામડાઓ ખુંદી વળે છે

Gujarat Elections 2022 ધવલ પારેખ/નવસારી : નારી શક્તિ બની ગમે તે પરિસ્થિતિને બદલી શકે છે. એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે તેવુ કહેવાય છે. પછી તે માતા રૂપે હોય, બહેન કે પત્ની હોય. વાંસદા વિધાનસભા બેઠક પર સંઘર્ષ થકી આદિવાસીઓમાં જાણીતા બનેલા પૂર્વ ધારાસભ્ય અને કોંગી ઉમેદવાર અનંત પટેલની પડખે રહી તેમના પત્ની ચુંટણી મેદાનમાં ઉતર્યા છે. ટિફિન લઈને સવારથી ઘરેથી નીકળી પડે છે. વાંસદાના ગામડાઓ ખુંદી વૈશાલી પટેલે ડોર ટુ ડોર પ્રચાર કરી પતિ માટે વોટની અપીલ કરે છે. તેઓએ વિસ્તારની મહિલાઓને સ્પર્શતા મુદ્દાઓ ઉંચકી તેઓને પતિ માટે વોટ કરવાની રણનીતિ બનાવી છે. ત્યારે પતિધર્મ નિભાવતા વૈશાલી પટેલને સલામ છે. 

1/7
image

વાંસદામાં આ વખતે ખરાખરીનો જંગ છે. ત્યારે કોંગી ઉમેદવાર અનંત પટેલની પત્નીએ પતિ માટે મોરચો સંભાળ્યો છે. તેઓ મહિલા મતદારોને રીઝવવા ડોર ટૂ ડોર પ્રચાર માટે રોજ નીકળી પડે છે.   

2/7
image

નવસારી જિલ્લાની વાંસદા વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલને પછાડવા ભાજપે પોતાની સેના સાથે જ બાહુબલીઓને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. અનંત પટેલે એકલપંડે પોતાની સેના સાથે વાંસદા જીતવા મથામણ કરી રહ્યા છે. ત્યારે અનંત પટેલના પત્ની વૈશાલી પટેલ પતિના હાથ મજબૂત કરવા ચુંટણી મેદાનમાં મહિલાઓની ટીમ સાથે ઉતર્યા છે.   

3/7
image

સવારે ઘર કામથી પરવારી રસોઈ બનાવીને ટિફિન લઈને વૈશાલી પટેલ મહિલા કાર્યકર્તાઓ સાથે વાંસદા વિધાનસભાના ગામડાઓમાં નીકળઈ પડે છે. પતિ અનંત પટેલ માટે પ્રચાર કરી રહ્યા છે. આદિવાસી મહિલાઓને મળીને વૈશાલી પટેલ આદિવાસીઓના પ્રશ્નો અને હક માટે હંમેશા સંઘર્ષરત રહેતા પતિ અનંત પટેલના સંઘર્ષની વાતો સાથે વાંસદાના વિકાસની ગાથા જણાવે છે. 

4/7
image

સાથે જ મહિલાઓને સ્પર્શતા મોંઘવારી, પાણી, આરોગ્ય જેવા પ્રશ્નો સાંભળી અનંત પટેલની જીત મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વાંસદા બેઠક પર પુરૂષ મતદારો કરતા મહિલા મતદારો વધુ છે. તેથી વૈશૈલી પટેલની મહેનત રંગ લાવી શકે છે. તેમની મહેનત ચુંટણી પરિણામ પર અસર પાડી શકે છે.

5/7
image

અનંત પટેલના પત્ની વૈશાલી પટેલની મહિલાઓ વચ્ચે પ્રચારની રણનીતિ કેટલી કારગર નીવડે છે, એ 8 ડિસેમ્બરે મત ગણતરી બાદ જ જાણી શકાશે.  

6/7
image

7/7
image