નવરાત્રી બાદ ગ્રહોના રાજાનું 'મહાગોચર', 3 રાશિવાળાને જબરદસ્ત ધનલાભના યોગ, ઘરમાં તિજોરીઓ ખૂટી પડશે!

ગ્રહોના રાજા સૂર્યદેવ તુલા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આ મહાગોચરથી 3 રાશિના જાતકોના સારા દિવસો શરૂ થઈ શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...

1/5
image

વૈદિક પંચાંગ મુજબ આ વર્ષે શારદા નવરાત્રી 3 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. જેનું સમાપન 12 ઓક્ટોબરે થશે. અત્રે જણાવવાનું કે શારદા નવરાત્રી બાદ સૂર્યદેવ 17 ઓક્ટોબરના રોજ શુક્રના સ્વામીત્વવાળી રાશિ તુલામાં પ્રવેશ કરશે. આવામાં શુક્રની રાશિમાં સૂર્યદેવના પ્રવેશથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો લકી રાશિઓ કઈ છે. 

ધનુ રાશિ

2/5
image

ધનુ રાશિવાળા માટે સૂર્યદેવનું ગોચર લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્યદેવ તમારી રાશિથી આવક અને લાભના સ્થાને ગોચર કરશે. આથી આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આ સાથે જ આવકના નવા સોર્સ ઊભા થઈ શકે છે. ધન સંલગ્ન જૂની સમસ્યાઓથી પણ છૂટકારો મળશે. તમે ઘણા સમયથી જે કરજમાં ડૂબેલા હતા તે સમય હવે પૂરો થઈ શકે ે. આ સાથે જ વેપારી વર્ગ કોઈ મોટી ડીલને અંજામ આપી શકે છે. આ સમયગાળામાં તમને રોકાણથી લાભ થઈ શકે છે.   

મેષ રાશિ

3/5
image

સૂર્ય દેવનું રાશિ પરિવર્તન મેષ રાશિના જાતકો માટે શુભદાયી સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્યદેવ તમારી રાશિથી સપ્તમ ભાવ પર ગોચર કરવા જઈ રહ્યા છે. આથી આ દરમિયાન પરિણીત લોકોનું લગ્ન જીવન સારું રહેશે. જીવનસાથીની પ્રગતિ થઈ શકે છે. સૂર્યદેવ તમારી રાશિથી પંચમ ભાવના સ્વામી છે. આથી આ દરમિયાન તમને સંતાન સંલગ્ન કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. આ સાથે જ તમારું કૌટુંબિક જીવન સુખમય રહેશે અને તમને સુખ સમૃદ્ધિ મળશે. તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે. આ દરમિયાન તમારી ઈચ્છાઓ પૂરી થશે. 

કર્ક રાશિ

4/5
image

કર્ક રાશિવાળા માટે સૂર્યદેવનું ગોચર લાભપ્રદ સિદ્ધ થઈ શકે છે. કારણ કે સૂર્યદેવ તમારી રાશિથી ચતુર્થ ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. આથી આ દરમિયાન તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે. આ સાથે જ તમે આ દરમિયાન વાહન અને કોઈ પ્રોપર્ટી ખરીદી શકો છો. સામાજિક કાર્યોમાં માન સન્માન વધશે. તમારી પ્રગતિ થશે. આ સમય કરિયરમાં તમને આર્થિક લાભની અનેક તકો અપાવશે. વેપારમાં આર્થિક ઉન્નતિ થશે. નોકરીમાં પગાર વધારો થઈ શકે છે. માતા સાથે સંબંધ મજબૂત થશે. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.